નવી દિલ્હી:દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. આજે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, પરંતુ તેમને રાહત મળી નથી.
ED પર અરવિંદ કેજરીવાલનો આરોપ:આ પહેલા 1 એપ્રિલે કોર્ટે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. 28 માર્ચે કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. 28 માર્ચે તેમની રજૂઆત દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે. 28 માર્ચે ખુદ કેજરીવાલે કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજૂ કરતા કહ્યું હતું કે વાસ્તવિક કૌભાંડ EDની તપાસ બાદ શરૂ થયું હતું. EDનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે.
શરદ રેડ્ડીએ 55 કરોડ રૂપિયા આપ્યા:કેજરીવાલે કહ્યું હતું કે, EDનો ઉદ્દેશ્ય એવો છે કે, AAP પાર્ટી ભ્રષ્ટ છે. તેણે કહ્યું હતું કે EDનો બીજો ઉદ્દેશ્ય પૈસા પડાવવાનો છે. આ કેસમાં શરદ રેડ્ડીએ ધરપકડ બાદ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. શરદ રેડ્ડીને ચૂંટણી બોન્ડના રૂપમાં ભાજપને પૈસા આપ્યા બાદ જામીન મળ્યા હતા.
21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી: તમને જણાવી દઈએ કે, 21 માર્ચે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી સંરક્ષણ ન મળતાં 21 માર્ચે મોડી સાંજે EDએ કેજરીવાલની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. 27 માર્ચે હાઈકોર્ટે કેજરીવાલને કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 28 માર્ચે હાઈકોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધા બાદ કેજરીવાલે પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાયો છે.
- સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કરશે દમદાર પ્રચાર - CONGRES STAR CAMPAIGNERS