પટનાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. તેઓ ગયામાં પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી માટે વોટ માંગશે. બીજી તરફ પીએમના બિહાર પ્રવાસ પહેલા જ પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે સવાલોનો મારો ચલાવ્યો છે. તેજસ્વીએ પોતાના એક્સ (x) હેન્ડલ પર લખ્યું કે, બિહારની ભવ્ય ભૂમિ પર વડાપ્રધાનનું ફરી સ્વાગત છે. તમે છેલ્લા 𝟏𝟎 વર્ષોથી દેશના વડાપ્રધાન છો. આશા છે કે હવે તમે દરેક નિષ્ફળતા માટે વિપક્ષને દોષિત ઠેરવવાને બદલે ઉદ્દેશ્યપૂર્વક સરકારની ખામીઓનું અવલોકન કરી તમારા ભાષણમાં તેની વાત કરશો. આશા છે કે એકપાત્રી નાટક કરવાને બદલે તમે તમારા ભાષણમાં બિહારી જનતાના આ વાજબી પ્રશ્નોના તથ્યપૂર્ણ જવાબો આપશો.
ભ્રષ્ટ નેતાઓ પર પૂછવામાં આવ્યા સવાલઃ તેજસ્વીએ પીએમને પૂછ્યું કે, જ્યારે કોઈ નેતા વિપક્ષમાં હોય છે ત્યારે તમારી નજરમાં તે ખૂબ જ ભ્રષ્ટ હોય છે, પરંતુ તે બીજેપીમાં આવતાની સાથે જ ઈમાનદારીના પર્યાય એવા રાજા હરિશ્ચંદ્ર કેવી રીતે બની જાય છે? તમારા મતે, શું તમે અજિત પવાર, પ્રફુલ પટેલ, રેડ્ડી બ્રધર્સ, હિમંત બિશ્વા શર્મા, મુકુલ રોય, નારાયણ રાણે, અશોક ચવ્હાણ અને શુભેન્દુ અધિકારી જેવા 70,000 રૂપિયાના કૌભાંડમાં તપાસનો સામનો કરી રહેલા 𝟐𝟑 નેતાઓને ભાજપમાં સામેલ કરીને ઈમાનદારી બતાવી છેેેેેે?
ભ્રષ્ટાચાર પર જેડીયુનું શું વલણ છે?: આરજેડી નેતાએ કહ્યું કે, પ્રધાનમંત્રીજી, છેલ્લી ચૂંટણી સભાઓમાં જ્યારે તમે થોડા દિવસો સુધી જેડીયુ સાથે ન હતા, ત્યારે તમે નીતિશ સરકારના કથિત 𝟑𝟑 કૌભાંડોની ગણતરી કરતા હતા. શું તમે હજી પણ માનો છો કે તે 𝟑𝟑 કૌભાંડો થયા છે? જો એમ હોય તો શું તમારી સરકારે કોઈ તપાસ કરી? જો તમને તે 𝟑𝟑 કૌભાંડો યાદ નથી, તો શું એનો વિડિયો મોકલીએ?
- શું તમે 𝐍𝐂𝐑𝐁 દ્વારા પ્રકાશિત બિહારના 𝟏𝟗𝟗𝟎 થી 𝟐𝟎𝟎𝟓 અને 2005 થી 2023 સુુુુુુધી દર વર્ષના બિહારના ગુનાઓની વિવિધ શ્રેણીઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે? ખાસ કરીને એ 𝟏𝟓 વર્ષો દરમિયાન જ્યારે તમારી પાર્ટી અહીં સરકારમાં હતી? શું તમે 𝐍𝐂𝐑𝐁 ના દરેક વર્ષના તુલનાત્મક આંકડાઓ જોયા પછી અપરાધ અને કથિત જંગલરાજ પર ભાષણમાં વાત કરવા માંગશો.
𝟐𝟎𝟎𝟓 માં જન્મેલ બાળક આજેેે મતદાર: પ્રધાનમંત્રીજી, જ્યારે તમે બિહારમાં આવો છો, ત્યારે તમે ભ્રષ્ટાચાર, વંશવાદ અને કાયદા વ્યવસ્થા પર એ જ જૂની કેસેટ વગાડવાનું કેમ શરૂ કરી દો છો? શું તમે ભૂલી જાવ છો કે 𝟏𝟓 વર્ષો કરતા વધુ સમયથી BJP બિહાર સરકારમાં મોટી ભાગીદાર છે? શું તમે નથી જાણતા કે 𝟐𝟎𝟎𝟓 માં જન્મેલ બાળક આજે મતદાર છે? તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય, કાયદાકીય વ્યવસ્થા અને નોકરી આપવાને બદલે તમે તેને ભૂતકાળનું ભૂત બતાવો છો જેથી તે તમને નોકરી અને રોજગાર અંગે પ્રશ્ન ન કરી શકે? આ સાચી વાત છે ને?
- પ્રધાનમંત્રીજી, શું એ સાચું છે કે તમે 𝐁𝐉𝐏 ના સંગઠિત, સંસ્થાકીય અને વ્યવસ્થિત ભ્રષ્ટાચારને છુપાવવા માટે જ વિપક્ષને હંમેશા ભ્રષ્ટ કહો છો?