ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'અમારો દિકરો નિર્દોષ છે, મુંબઈ કમાવવા ગયો હતો', સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા આરોપીના માતા-પિતા - salman khan house firing case - SALMAN KHAN HOUSE FIRING CASE

મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા બંને શૂટર્સ બિહારના બેતિયાના રહેવાસી છે. બેતિયા પોલીસ દ્વારા બંને યુવકોના પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવકના પરિવારજનો કહી રહ્યા છે કે તેમના પુત્રો નિર્દોષ છે. તેમનું કહેવું છે કે હોળી પછી બંને કમાવવા મુંબઈ ગયા હતા. salman khan house firing case in bettiah

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલો
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલો

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 9:43 PM IST

બેતિયાઃ રવિવારે (14 એપ્રિલ) મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે બાઇક સવાર યુવકોએ ગોળીબાર કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. બંને આરોપીઓની ઓળખ વિકી સાહેબ ગુપ્તા (24 વર્ષ) અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ (21 વર્ષ) તરીકે થઈ છે. બંને યુવકો પશ્ચિમ ચંપારણના ગૌનાહા વિસ્તારના મસહી ગામના રહેવાસી છે.

મસહી ગામના રહેવાશી છે બંને આરોપી

'દીકરો કમાવા મુંબઈ ગયો હતો' - વિક્કીની માતાઃ આપને જણાવી દઈએ કે બંને યુવકો ગૌનાહાના મજરિયા પંચાયતના મસહી ગામના રહેવાસી છે. બંને હોળીના ચાર દિવસ પછી મુંબઈ ગયા હતા. જ્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. વિકી ગુપ્તાની માતા સુનીતા દેવીએ જણાવ્યું કે હોળીના બે દિવસ પછી તે કમાવવા અર્થે મુંબઈ ગયો હતો. અમને ખબર નથી કે તેઓ ત્યાં શું કરી રહ્યા હતા.

સુનિતા દેવી, વિક્કીના માતા

"વિકી મારો દીકરો છે. હોળી પછી તે કમાવવા અર્થે ગયો હતો. હવે તે ત્યાં શું કરતો હતો શું નહીં, મને કંઈ ખબર નથી. સમાચાર જોયા પછી અમને ખબર પડી. વિકીના લગ્ન થઈ ગયા છે."- સુનિતા દેવી, વિક્કીના માતા

યોગેન્દ્ર રાઉત, સાગર શ્રીજોગેન્દ્ર પાલના પિતા

'મારો પુત્ર નિર્દોષ છે': સાગર શ્રીજોગેન્દ્ર પાલના માતાએ કહ્યું કે તેમનો પુત્ર નિર્દોષ છે. જ્યારે તેમના પિતાએ પણ તેમના પુત્રની સ્વચ્છ છબીનું ઉદાહરણ આપી રહ્યા છે. પંચાયતના વડા પ્રતિનિધિ સોવાલાલે જણાવ્યું હતું કે પોલીસે મોડી રાત્રે બંને યુવકોના પરિવારજનોની અટકાયત કરી પૂછપરછ કરી હતી.

રંભા દેવી, સાગર શ્રીજોગેન્દ્ર પાલના માતા

'મારો દીકરો સાગર છે. તે કમાવા માટે મુંબઈ ગયો હતો તે એવો નથી.'- યોગેન્દ્ર રાઉત, સાગર શ્રીજોગેન્દ્ર પાલના પિતા

'મુંબઈ કમાવા ગયો છે. મારા દિકરો એવો નથી. હોળી પછી પૈસા કમાવવા મુંબઈ ગયો હતો.'- રંભા દેવી, સાગર શ્રીજોગેન્દ્ર પાલના માતા.

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસનું બિહાર કનેક્શનઃસલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં બે યુવકો વચ્ચેના કનેક્શનને કારણે આખું ગામ સ્તબ્ધ બની ગયું છે. પરિવારના સભ્યો કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. બેતિયાના એસપી અમરેશ ડીએ જણાવ્યું કે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈમાં ધરપકડ કરાયેલા બંને ગુનેગારો પશ્ચિમ ચંપારણ જિલ્લાના રહેવાસી છે. જોકે તેઓ અહીં રહેતા નથી.

"પોલીસ કેસની તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા બંને ગુનેગારોના પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે."- અમરેશ ડી, એસપી, બેતિયા

શું છે સમગ્ર મામલો?:ગત રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે બાઇક સવાર યુવકોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સલમાન ખાન તેના પરિવાર સાથે ઘરે હાજર હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ ઉપરાંત પહેલી અને છેલ્લી ચેતવણી પણ સલમાન ખાનને આપવામાં આવી છે.

  1. સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે આરોપીઓ કચ્છના માતાના મઢથી ઝડપાયા - salman khan firing incident
  2. સલમાન ખાન હાઉસ ફાયરિંગ ઘટના: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતમાં બે શંકાસ્પદોને ઝડપ્યા - Salman Khan House Firing Incident

ABOUT THE AUTHOR

...view details