નવી દિલ્હીઃ ગુજરાતમાં બનેલી વિવિધ માનવસર્જીત દુર્ઘટનાઓને લઈને આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકવામાં આવી છે તેમણે આ પોસ્ટમાં કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમાં કહ્યું કે, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિયમો અને પ્રણાલિકા મુજબ લોકસભા અધ્યક્ષ પાસે આજે ગુજરાતમાં માનવસર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગી હતી. કમનસીબે સંસદમાં ઝીરો અવર્સમાં અધ્યક્ષ તરફથી રાજ્યના વિષયના બહાના નીચે મંજુરી નહીં મળતા અધ્યક્ષને મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે જે હકીકતો રાહુલ મારફત રજૂ કરવામાં આવી હતી તે હકીકતો સોશિયલ મીડિયા તથા પ્રેસ / ઈલેક્ટ્રોનિક મીડીયા સમક્ષ રજૂ કરીને પીડીતોને ન્યાય માટે માંગણી કરવાની ફરજ પડી છે.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાન, રાજકોટમાં બનેલ ગેમિંગ ઝોનની દુર્ઘટના, વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે ભોગ બનેલા પરિવારોને મળ્યો હતો. મેં સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ સંસદમાં આપેલ નોટિસની માહિતી નીચે મુજબ હતી.
બહુવિધ બનાવો
તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં માનવસર્જિત આફતોની વધતી જતી ઘટનાઓ અંગે ધ્યાન દોરું છું.
કેટલીક મુખ્ય દુર્ઘટનાઓ નીચે મુજબ છે -
* 25 મે, 2024 - TRP ગેમિંગ ઝોન, રાજકોટ (27 મૃત્યુ પામ્યા)
* 18 જાન્યુઆરી, 2024 - બોટિંગ દુર્ઘટના, વડોદરા (14 મૃત્યુ પામ્યા)
* ઑક્ટોબર 30, 2022 - મોરબી બ્રિજ ધરાશાયી, મોરબી (135 મૃત્યુ પામ્યા)
* 24 મે, 2019 - તક્ષશિલા આર્કેડમાં આગ, સુરત (22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા)
અકલ્પનીય વેદનાસભર કરૂણ ઘટનાઓમાં ભયંકર માનવ હાનિની કિંમત ઓછી આંકી શકાતી નથી.
* મારી મુલાકાત દરમિયાન, પરિવારોએ મૃતદેહોને ઓળખવાની ભયાનકતાનું વર્ણન કર્યું.
* માતા-પિતાએ તેમના બાળકો સાથે તેમના છેલ્લા દિવસો યાદ કર્યા અને તેમના દુર્ઘટના પછી બચી ગયેલા લોકો માટે ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
* કેટલાક કિસ્સાઓમાં, પરિવારોએ તેમના એકમાત્ર કમાનાર વ્યક્તિગુમાવ્યા છે. પરિવારો સંપૂર્ણ આવક વગર અતિ મુશ્કેલીમાં આવેલ છે પરંતુ શાસન તરફથી કોઈ વ્યવસ્થા નથી થઈ.