ચંદીગઢ/અમૃતસર:ડ્રગ હેરફેરના નેટવર્કને મોટો ફટકો આપતાં પંજાબ પોલીસે શનિવારે અમૃતસરમાં એક કારમાંથી 10 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 70થી 80 કરોડ રૂપિયા હોવાનું આંકવામાં આવી રહ્યું છે.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમૃતસરના સુખેવાલા ગામ પાસે બે શંકાસ્પદ વાહનોને અટકાવ્યા બાદ 10.4 કિલો હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે આ મુદ્દે જણાવ્યું હતું કે, તરનતારનનો રહેવાસી એક આરોપી, એક અજાણ્યા સાથી સાથે ફોર વ્હીલરમાં ભાગી ગયો હતો. જ્યારે પોલીસના જણાવ્યા મુજબ, ગેરકાયદે ડ્રગ્સ ભરેલી કારને જપ્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, NDPS એક્ટ અને ફરાર શકમંદોને પકડવા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હેરોઈનના કન્સાઈનમેન્ટનો કથિત સપ્લાયર આરોપી: મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહયું છે કે, બે શંકાસ્પદ પૈકી એક, સુખરાજ સિંહ કારનો માલિક હતો અને હેરોઈનના કન્સાઈનમેન્ટનો કથિત સપ્લાયર પણ હતો. તે તેના સાથીદાર સાથે રજીસ્ટ્રેશન નંબર વગર ફોર વ્હીલરમાં સ્થળ પરથી ભાગી ગયો હતો. જપ્ત કરાયેલી કારનો રજીસ્ટ્રેશન નંબર PB46AG 1224 છે. જપ્ત કરાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 70 થી 80 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.