વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસી આવ્યા હતાં. 5 કલાક સુધી વડાપ્રધાન મોદીએ વારાણસીને એક બાદ એક અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપી.
સૌથી મોટી ભેટ યૂપીને સૌથી મોટી આઈ હોસ્પિટલના રૂપમાં મળી, ત્યાર બાદ પીએમ મોદીએ વારાણસીમાંથી જ દેશના અલગ-અલગ રાજ્યો અને અલગ-અલગ શહેરોને નવા એરપોર્ટ અને જૂના એરપોર્ટના રિનોવેશનની ભેટ પણ આપી.
બનારસને 2870 કરોડના ખર્ચે બનેલા નવા એરપોર્ટની ભેટ પીએમ મોદી આપી છે, તો 200 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં પૂર્વાંચલના ખેલાડીઓ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી રવાના થયા હતાં. પરંતુ 5 કલાક સુધી વડાપ્રધાને એક બાદ એક મોટી વિકાસ પરિયોજનાઓની ભેટ આપીને યુપી અને દેશના લોકો માટે દિવાળીને ખાસ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન પીએમએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.
દેશમાં વિકાસના કાર્યોની વણઝાર: પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં વિકાસના કાર્યોની વણઝાર થઈ રહી છે. દેશના યુવાનોને રોજગારી મળી રહી છે. બાબતપુર એરપોર્ટ પર આધુનિક સુવિધાઓ વધતાં અહીંના લોકોને રોજગારી મળવા લાગી. આજે બનારસ આવનારા લોકોની સંખ્યા વધી રહી છે.
પીએ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે યુપીના રસ્તાઓ જર્જરિત થવા માટે જાણીતા હતા. યુપીમાં 2014 પછી રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે. રસ્તાઓ ચમકી રહ્યા છે. કાશી શહેરના વિકાસ અને વારસાને લઈને કામ થઈ રહ્યું છે. અહીંની શેરીઓથી લઈને સુંદર ઘાટ સુધી લોકો મંત્રમુગ્ધ છે. દેશમાં ભાષાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. પાલી ભાષાનો વિકાસ થઈ રહ્યો છે.
આ પ્રસંદે પીએમ મોદી વિપક્ષ પર નિશાન સાધવાનું પણ ચુક્યા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે, સપા-કોંગ્રેસ સહિત તમામ પક્ષ પરિવારવાદને આપે છે વેગ આપે છે, જ્યારે કેન્દ્રની ભાજપ સરકાર દેશના વિકાસને વેગ આપે છે.
- આદિવાસી મહિલાએ PM મોદીને 100 રૂપિયા મોકલ્યા, પીએમ થયા પ્રભાવિત
- PM મોદી રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર રશિયા જશે, BRICS સમિટમાં ભાગ લેશે