નવી દિલ્હી:75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, સરકારે ગુરુવારે 16માં વાર્ષિક વીરતા/સેવા પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ્સ અને નાગરિક સુરક્ષા અને સુધારાત્મક સેવા સહિતની વિવિધ એજન્સીઓના 1132 કર્મચારીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, શૌર્ય માટે રાષ્ટ્રપતિ પદક (PMG), વીરતા માટે પદક (GM) વિશિષ્ટ સેવા માટે પદક (PMG), સરાહનીય સેવા માટે પદક (MSM) જેવા પદકો આપીને તેમને સન્માનિત કરાશે.
President Medal: 1132 જવાનોને વીરતા પુરસ્કારની જાહેરાત, ગુજરાતના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય પુરસ્કાર - પ્રજાસત્તાક પર્વ
ગૃહ મંત્રાલય (MHA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 75માં પ્રજાસત્તાક પર્વે દેશની સેવામાં તૈનાત 1132 જેટલાં પોલીસ જવાનોને વીરતા પુરસ્કાર આપીને તેમને સન્માનિત કરાશે. આ યાદીમાં ગુજરાતના એવા બે પોલીસ અધિકારીઓ સામેલ છે જેઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવશે, આ ઉપરાંત આ યાદીમાં ગુજરાતના 15 પોલીસ જવાનોને પ્રશંસનીય કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
Published : Jan 25, 2024, 11:45 AM IST
|Updated : Jan 30, 2024, 5:36 PM IST
પોલીસ જવાનોનું સન્માન: વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ બે શ્રેણીઓ હેઠળ 277 શૌર્ય ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શૌર્ય માટે 275 મેડલ અને શૌર્ય માટે બે રાષ્ટ્રપતિ મેડલનો સમાવેશ થાય છે. આ 277માંથી, 133 કર્મચારીઓને જમ્મુ અને કાશ્મીરમાં બહાદુરીપૂર્ણ કાર્યવાહી માટે, 119 કર્મચારીઓને ઉગ્રવાદ (LWE) પ્રભાવિત વિસ્તારોમાં કાર્યવાહી માટે અને બાકીના 25 કર્મચારીઓને અન્ય ક્ષેત્રોમાં કાર્યવાહી માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. બે પીએમજી પદક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો માટે છે.
ગુજરાત પોલીસનું ગૌરવ: મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસ તરીકે કાર્યરત શશિભૂષણ કેશવપ્રસાદ શાહ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર પ્રદીપ શશિકાંત મોઘેને 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત પોલીસના 15 જવાનોને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ગુજરાતના પાંચ IPS ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યાં છે, જે અંતર્ગત વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને મળ્યો પ્રેસિડેન્ટ મેડલ એનાયત થયો છે. જ્યારે અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી તેમજ બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને મળ્યા પ્રેસિડેન્ટ મેડલ એનાયત થયો છે.