ગુવાહાટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા છે, વડાપ્રધાન શનિવારની સાંજે લગભગ 6.30 વાગ્યે આસામના લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી કોઈનાધારા સ્ટેટ ગેસ્ટ હાઉસ જવા માટે રવાના થયા. આસામની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ભાજપના આસામ એકમની કોર કમિટી સાથે મુલાકાત કરશે તેમજ લગભગ રૂ. 11,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
પીએમ મોદીનું સ્વાગત: રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા, પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત કેટલાક રાજ્ય મંત્રીઓ અને વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યા બાદ, રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ એક્સ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, 'આપણા સુંદર રાજ્ય આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સ્વાગત કરીને હું સન્માનિત અનુભવી રહ્યો છું.'
1 લાખ દિવડા પ્રગટાવાયા: આસામમાં મોદીનું સ્વાગત કરતા, સરમાએ તેમને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, દેશના વિકાસના ધ્વજવાહક અને આસામ અને પૂર્વોત્તરના સાચા શુભચિંતક ગણાવ્યા. તેમણે કહ્યું, 'આસામમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનની ઉજવણી કરતાં, હજારો લોકો ખાનાપારામાં 1,00,000 દીવા પ્રગટાવવા માટે એકઠા થયા હતા.' સોનોવાલે કહ્યું કે આસામના લોકો રાજ્ય અને પૂર્વોત્તર ભારત માટે મોટા વિકાસ કાર્યોની પૂર્વસંધ્યાએ મોદીના માર્ગદર્શનની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આસામને પીએમ મોદીની ભેટ: સરમાએ શુક્રવારે કહ્યું હતું કે, વડાપ્રધાન રાત્રે ભાજપની રાજ્ય કોર કમિટી સાથે મુલાકાત કરશે અને પક્ષના મુદ્દાઓ પર ચર્ચા કરશે. મોદી રવિવારે સવારે 11.30 વાગ્યે ખાનાપારામાં વેટરનરી કોલેજના રમતના મેદાનમાં એક જાહેર સભાને પણ સંબોધશે, જ્યાંથી અનેક રાજ્ય અને કેન્દ્રીય પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે. જે મુખ્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં કામાખ્યા મંદિર કોરિડોર (રૂ. 498 કરોડ), ગુવાહાટીમાં નવા એરપોર્ટ ટર્મિનલથી છ-લેન રોડ (રૂ. 358 કરોડ), નેહરુ સ્ટેડિયમને ફીફાના માપદંડ અનુસાર (રૂ. 831 કરોડ) બનાવવું અને ચંદ્રપુરમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (રૂ. 300 કરોડ)ની નિર્માણ સામેલ છે.
- Bharat Jodo Nyaya Yatra: ઝારખંડના દુમકામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
- Bharat Ratna : લાલ કૃષ્ણ અડવાણી હવે " ભારત રત્ન " ગુજરાત સાથેનો ઘનિષ્ઠ નાતો જાણવા જેવો...