નવી દિલ્હી: PM મોદી સાથે વાત કરવા તૈયાર થઈ જાઓ, આજે વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ યોજી રહ્યાં છે. આ ઈવેન્ટ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 11 ડિસેમ્બર 2024થી શરૂ થઈ અને 12 જાન્યુઆરી 2024 સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષકોએ આ મેગા ઈવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, 205.62 લાખ અને 14.93 લાખ શિક્ષકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
- આ કાર્યક્રમ પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં યોજાશે
- 29 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યે આ કાર્યક્રમ શરૂ થશે
- વિદ્યાર્થીઓને પીએમ મોદી સાથે વાત કરવાની મળશે તક
દિલ્હીમાં આજે એટલે કે સોમવાર, 29 જાન્યુઆરી, 2024ના રોજ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પીએમ મોદી સાથે વાત કરવાની તક મળશે. તેથી, વિદ્યાર્થીઓને તેમની તૈયારી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ કાર્યક્રમમાં વધુ સમય બાકી નથી. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકોને પણ આ મેગા ઈવેન્ટમાં ભાગ લેવાની તક મળતી હોય છે.