નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં 'વન નેશન વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે બુધવારે યોજાયેલી તેની બેઠકમાં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર કોવિંદ પેનલના અહેવાલને સ્વીકારી લીધો છે. તેનાથી ચૂંટણી ખર્ચનો બોજ ઓછો થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં વિનસ ઓર્બિટર મિશન, ગગનયાનના વિસ્તરણ અને ચંદ્રયાન-4 મિશનને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ પહેલા મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પર ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું હતું કે, આ મુદત પૂર્ણ થાય તે પહેલા જ દેશમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય પેનલે લોકસભા અને રાજ્ય વિધાનસભા બંને માટે એકસાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી. આ માટે, પેનલે 18 બંધારણીય સુધારાઓ પણ સૂચવ્યા, જેમાંથી મોટા ભાગનાને રાજ્યની વિધાનસભાની મંજૂરીની જરૂર નથી, પરંતુ બંધારણીય સુધારા બિલના રૂપમાં સંસદની મંજૂરીની જરૂર પડશે.
32 રાજકીય પક્ષોનું સમર્થન