નવી દિલ્હી:ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા નગરના રહેવાસી અનસ યાકુબ ગીતેલીને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને સત્તાવાર રહસ્ય અધિનિયમ હેઠળ દંડ સાથે ત્રણથી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
NIAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'તમામ સજા એકસાથે ચાલશે.'
જાન્યુઆરી 2021માં ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા નોંધાયેલા કેસમાં ગીટેલીની ભારતીય સેનાના સિગ્નલમેન સૌરભ શર્મા સાથે ધરપકડ કરવામાં આવી હતી. NIAએ ફેબ્રુઆરી 2021માં કેસનો કબજો લીધો અને ફરી કેસ નોંધ્યો હતો. NIA દ્વારા જુલાઈ 2021માં આ બંને સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ગયા મહિને NIA કોર્ટે સૌરભને સજા ફટકારી હતી.
તપાસ મુજબ, NIAએ જણાવ્યું હતું કે, સૌરભને સંરક્ષણ અથવા પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) એજન્ટ્સ દ્વારા સંચાલિત એક ઉપનામી સંસ્થા દ્વારા લાલચ આપવામાં આવ્યો હતો અને તેણે 'નેહા શર્મા' નામની એન્ટિટી સાથે ભારતીય સેના વિશે ગુપ્ત માહિતી શેર કરી હતી.
આતંકવાદ વિરોધી એજન્સીએ જણાવ્યું હતું કે, "ઉક્ત સંસ્થાએ ભારતીય સૈન્ય અધિકારીઓ પાસેથી પ્રતિબંધિત અને ગોપનીય માહિતી મેળવવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું."