ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીની બાડમેર રેલી બાદ ચર્ચામાં આવી મમતા વિશ્નોઈ, જાણો કોણ છે મમતા અને કેમ થઈ રહી છે ચર્ચા ? - Mamta Vishnoi Barmer - MAMTA VISHNOI BARMER

રાજસ્થાનના બાડમેરની મમતા વિશ્નોઈનું નામ છેલ્લા કેટલાક કલાકોથી ચર્ચામાં છે. હકીકતમાં બાડમેરમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી બાદ આ નામ ચર્ચામાં આવ્યું, જ્યારે રેલીને સંબોધિત કરતી વખતે સૌથી પહેલા પીએમ મોદીએ ખુદ મમતા બિશ્નોઈના વખાણ કર્યા. જાણો કોણ છે મમતા અને શા માટે છે ચર્ચા...

બાડમેર રેલી બાદ ચર્ચામાં આવી મમતા વિશ્નોઈ
બાડમેર રેલી બાદ ચર્ચામાં આવી મમતા વિશ્નોઈ

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 4:37 PM IST

રાજસ્થાન :આજે શુક્રવારના રોજ બાડમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિજય શંખનાદ રેલી યોજાઈ હતી. આ રેલીમાં વિશ્નોઈ સમાજની વેશભૂષામાં સજ્જ મમતા વિશ્નોઈએ મંચનું સંચાલન કર્યું હતું. પીએમ મોદી પણ મમતાની મંચ સંચાલન શૈલીથી ખૂબ પ્રભાવિત થયા અને સભાને સંબોધિત કરતા સૌથી પહેલા મમતા વિશ્નોઈના વખાણ કર્યા હતા. ત્યારે હવે રાજકારણના વર્તુળોમાં મમતાનું નામ ચર્ચામાં આવ્યું છે અને હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કોણ છે મમતા વિશ્નોઈ ?

કોણ છે મમતા વિશ્નોઈ ? મમતા વિશ્નોઈ જિલ્લાના સિવાના વિસ્તારના ફૂલન ગામની રહેવાસી છે. UPSC તૈયારી દરમિયાન મમતા વિશ્નોઈએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2020માં તેઓ પંચાયત સમિતિના વોર્ડ નંબર 15 માંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હાલમાં પંચાયત સમિતિના સભ્ય હોવાની સાથે મમતા ભાજપ મહિલા મોરચાના મંડળ પ્રમુખ પણ છે. પીએમ મોદીની બાડમેર રેલી દરમિયાન મમતાને મંચ સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી.

પીએમ મોદીએ કર્યા મમતાના વખાણ

બાડમેરમાં વિજય શંખનાદ રેલી :રાજસ્થાની પોશાકમાં આવેલી મમતાએ પીએમ મોદીને સંબોધન માટે આમંત્રણ આપતા પહેલા ત્રણ વખત 'અબકી બાર 400 પાર' ના નારા લગાવ્યા હતા. પછી મમતાએ કહ્યું કે, હવે હું વિશ્વના સૌથી મોટા નેતા, લાખો કરોડો યુવાનોના આદર્શ, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બોલાવવા માંગુ છું, જેની ગેરંટીની પણ ગેરંટી છે. આ સાથે મમતાએ મોદીને આવકારતા નારા લગાવ્યા હતા કે, દાલ બાટી ચુરમા અને આ દેશના સુરમા આપણા વડાપ્રધાન પીએમ મોદીનું સ્વાગત છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધી હતી.

પીએમ મોદીએ કર્યા મમતાના વખાણ :પીએમ મોદીએ રેલીને સંબોધતા પહેલા મમતાને અભિનંદન આપતા કહ્યું, સૌથી પહેલા હું બહેન મમતાને આટલું સુંદર મંચ સંચાલન કરવા બદલ અભિનંદન આપું છું. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી અને ભાજપના બાડમેરના ઉમેદવાર કૈલાશ ચૌધરીએ પણ કહ્યું કે, નાની બહેન મમતા વિશ્નોઈએ વિજય શંખનાદ જાહેર સભામાં ઉમદા મંચ સંચાલન કરીને સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે. જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભરપૂર વખાણ કર્યા હતા.

મમતાનો પ્રતિભાવ :આ અંગે મમતા વિશ્નોઈએ કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કારણ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મોદીજી મારા વખાણ કરશે. જિલ્લા અધ્યક્ષે મંચ સંચાલનની જવાબદારી આપી હતી. મને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે નિભાવીને મેં મંચ સંચાલન સામાન્ય રીતે કર્યું, પરંતુ મને લાગતું ન હતું કે મોદીજી પોતે મારા વખાણ કરશે. છેલ્લી ક્ષણે એવું કહેવામાં આવ્યું હતું કે વિશ્નોઈ પોશાક પહેરીને મંચ સંચાલન કરવાનું છે. આ પછી સ્થાનિક વિશ્નોઈ પરિવારની મદદથી આ વેશભૂષા મળી.

  1. રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
  2. જમ્મુ-કાશ્મીરમાં PM મોદીનો હુંકાર - ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, 'મોદીની ગેરંટી...'

ABOUT THE AUTHOR

...view details