મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન ઝડપથી જીત તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન સીએમ શિંદેના ચહેરા પર જીતની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. શિંદેએ કહ્યું કે, “આ મહાયુતિની રેકોર્ડબ્રેક જીત છે.
તેમણે કહ્યું, 'અમે સમગ્ર મહારાષ્ટ્રના આભારી છીએ... અમે તેમના શાસન દરમિયાન MVA દ્વારા લાદવામાં આવેલા તમામ નિયંત્રણો દૂર કર્યા છે.' મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, અમારી સરકાર સામાન્ય માણસની સરકાર હતી.
પીએમ મોદીના અતુલ્ય સમર્થન માટે હું તેમનો આભારી છું. મહિલાઓ, બાળકો અને ખેડૂતો અમારા માટે કેન્દ્રબિંદુ હતા. અમે સામાન્ય માણસને સુપરમેનમાં રૂપાંતરિત કરવા માંગીએ છીએ." મારા માટે, સીએમનું સંપૂર્ણ સ્વરૂપ મુખ્યમંત્રી નથી પરંતુ સામાન્ય માણસ(કૉમન મેન) છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે,'તેમની પાર્ટી અને સહયોગીઓ મહારાષ્ટ્રના તમામ નાગરિકોના આભારી છે.' તેમણે કહ્યું કે, 'આ જંગી જીત પીએમ મોદીમાં મહારાષ્ટ્રનો વિશ્વાસ દર્શાવે છે.'
ફડણવીસે કહ્યું કે,'તેઓ માત્ર એટલું જ કહેવા માંગે છે કે હવે તે લોકોની જવાબદારીઓ ઘણી વધી ગઈ છે અને મહારાષ્ટ્રે મોદીને સંપૂર્ણ સમર્થન દર્શાવ્યું છે અને અમે તેમનો વિશ્વાસ જાળવી રાખવા માટે બધું જ કરીશું.'
પ્રેસ કોન્ફરન્સમાં બોલતી વખતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે, "લાડલી બહેન યોજના અમારા માટે ગેમ ચેન્જર બની હતી. તેણે અમારા દરેક હરીફોને હરાવ્યા હતા. પવારે કહ્યું હતું કે, તેમણે પોતાની યાદમાં આવી જીત જોઈ નથી. તેઓ જીતથી પ્રભાવિત થશે નહીં પરંતુ આનાથી તે બધાની જવાબદારીઓ વધી ગઈ છે."
તેણે વધુમાં કહ્યું કે, ચોક્કસપણે આપણે હવે જવાબદારીપૂર્વક વર્તવું પડશે. અમારા બધા વચનો પૂરા કરવા માટે ખાસ કરીને નાણાકીય શિસ્તની જરૂર છે. અજિત પવારે કહ્યું કે, જે લોકો ઈવીએમ પર દોષારોપણ કરી રહ્યા છે તેઓએ યાદ રાખવું જોઈએ કે અમે ઈવીએમ પર લોકસભા હારી ગયા અને હવે ઈવીએમ પર જ ઝારખંડ હારી ગયા. અમે બહુ ઓછા માર્જિનથી કેટલીક બેઠકો ગુમાવી છે. તેમણે કહ્યું કે, આ ગઢબંધન મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આગામી 5 વર્ષના અંત સુધી સાથે મળીને કામ કરશે.
આ પણ વાંચો:
- મહારાષ્ટ્ર: મહાયુતિના વાવાઝોડામાં ફેંકાયું MVA, 'माझी लड़की बहिन' યોજના બની ગેમ ચેન્જર!