ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહાકુંભમાં વાયરલ થઈ રહેલા હરિયાણાના IITian બાબા, ઈટીવી ભારતના માધ્યમથી પિતાએ કહ્યું ઘરે આવી જા દીકરા - IIT BABA ABHAY SINGH

મહાકુંભમાં IIT મુંબઈમાંથી પાસ આઉટ થયેલા બાબા અભય સિંહ હરિયાણાના ઝજ્જરના રહેવાશી છે. ETV ભારતે તેમના પરિવાર સાથે ખાસ વાતચીત કરી.

હરિયાણાના IITian બાબા
હરિયાણાના IITian બાબા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 10:29 PM IST

ઝજ્જરઃકહેવાય છે કે જીવનને સંપૂર્ણ રીતે સમજ્યા પછી લોકો આધ્યાત્મિકતા તરફ નીકળી પડે છે. આ કહેવતને હરિયાણાના ઝજ્જરના રહેવાસી અભય સિંહે સાર્થક કરી છે, તેમની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા જગાડી રહી છે. કારણ એ છે કે તેમણે IIT મુંબઈમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે, ત્યારબાદ અભયે ભારત અને કેનેડામાં પણ નોકરી કરી ચુક્યા છે.

પરંતુ આધ્યાત્મિકતા તરફના તેમના ઝુકાવએ તેમને બાબા બનાવી દીધા. પ્રયાગરાજ મહાકુંભમાં અભય સિંહ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. ETV ભરતે તેમના ઘરે જઈને તેમના પરિવાર પાસેથી તેમના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પિતાએ કહી આખી કહાની:અભયસિંહના પિતા ઝજ્જર કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. પિતા કરણ ગ્રેવાલ કહે છે કે, અભય સિંહ બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ સારો હતો. સ્થાનિક શાળાઓમાં અભ્યાસ કર્યા બાદ અભય સિંહે દિલ્હીથી IIT પરીક્ષા માટે કોચિંગ લીધું હતું. ત્યાર બાદ તેમણે મુંબઈ IITમાંથી B.Tech ડિગ્રી મેળવી.

અભય સિંહ IIT મુંબઈમાંથી પાસ આઉટ થયા છે. (X)

તેમણે કહ્યું કે, ત્યાર બાદ તેમણે માસ્ટર્સ ઑફ ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો. એટલું જ નહીં, અભય સિંહે દેશની રાજધાની દિલ્હી અને કેનેડાની નામાંકિત કંપનીઓમાં પણ નોકરી કરી ચુક્યા છે. જોકે, તેઓ કેનેડા છોડીને વતન પરત ફરી આવી ગયા. આ સમયગાળા દરમિયાન તે શિયાળામાં તેઓ મનાલી, શિમલા, હરિદ્વાર અને અન્ય ઘણી જગ્યાએ ઘણા દિવસો સુધી ભ્રમણ કરતો રહ્યો.

પોતાના પરિવારના સંપર્કમાં નથી અભય સિંહ (Instagram)

6 મહિનાથી વાત ન્હોતી કરી: પિતા કરણ ગ્રેવાલનું કહેવું છે કે, લગભગ 6 મહિના પહેલા તેમણે અભય સિંહ સાથે વાત કરી હતી. ત્યારથી મને ખબર જ નથી કે તે ક્યાં છે. તેણે પોતાના પરિવારથી અંતર જાળવી રાખ્યું છે. કરણ ગ્રેવાલનું કહેવું છે કે તે અને તેનો પરિવાર ઈચ્છે છે કે અભય સિંહ ઘરે પરત ફરે. તે એમ પણ માને છે કે બાબા બન્યા પછી કદાચ તેનો પુત્ર પરિવારમાં પાછો ફરે નહીં.

કેનેડા અને ભારતમાં નોકરી કર્યા બાદ મોહ માયાથી અંતર વધાર્યુ (X)

માતા અને બહેન ખૂબ યાદ કરે છે: પિતા આગળ કહે છે કે તેની માતાએ તેને વારંવાર કહે છે કે, દીકરા પાછો આવી જા, સાંસારિક જીવન અપનાવી લે, પરંતુ તે કહેતો હતો કે મા સાધુ બન્યા પછી હવે આ શક્ય નથી. મને શંકા હતી કે તે હરિદ્વારમાં હોઈ શકે છે, હવે જ્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે મને ખાતરી થઈ કે તે સુરક્ષિત છે. તેની બહેન પણ તેને યાદ કરતી રહે છે, કહે છે કે પપ્પા, તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહીં.

  1. જાણો કોણ છે 'IIT બાબા', મહાકુંભમાં બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર, માતા-પિતાના ઝઘડાથી હતા દુ:ખી, ગર્લફ્રેન્ડને પણ ત્યજી દીધી -
  2. અથ શ્રી મહાકુંભ કથા: કોણ છે નાગા સાધુ, કુંભ દરમિયાન જ કેમ બહાર આવે છે, જાણો કેવી રીતે બને છે તેઓ નાગા સાધુ

ABOUT THE AUTHOR

...view details