હૈદરાબાદ : લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ લોકતંત્ર સર્વશ્રેષ્ઠ મહાપર્વનું પહેલો કદમ ઊઠી ચૂક્યું છે. લોકસભાની ચૂંટણીમાં મતદાન મથકો પર ચૂંટણી પંચ દ્વારા વિશેષ સુવિધા આપવામાં આવશે. જેમાં ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે વિકલાંગ લોકો માટે મતદાન મથકો પર રેમ્પની વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગો માટે વ્હીલચેર હશે. આ ઉપરાંત મતદાન મથકો પર પાણીની વ્યવસ્થા રહેશે.
Loksabha Election 2024 : મતદાનમથકો પર ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોને મળશે વિશેષ સુવિધા - facilities at the polling station
લોકસભા ચૂંટણી 2024માં મતદાન કેન્દ્રો પર આ વખતે વિશેષ વ્યવસ્થા વિષેશ લોકો માટે જોવા મળશે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ લોકો માટે રૈમ્પ બનાવાશે. આ ઉપરાંત મતદાન કેન્દ્રો પર વ્હીલચેર પણ આવશે.
![Loksabha Election 2024 : મતદાનમથકો પર ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોને મળશે વિશેષ સુવિધા Loksabha Election 2024 : મતદાનમથકો પર ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોને મળશે વિશેષ સુવિધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-03-2024/1200-675-21002566-thumbnail-16x9-8.jpg)
Published : Mar 16, 2024, 7:42 PM IST
સિંગલ યુઝ પ્લાસ્ટિક ઘટાડવા પર ભાર : મતદાન મથકો પર પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ અલગ શૌચાલય હશે. આ ઉપરાંત મતદાન મથકો પર શેડ અને લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં ચૂંટણી પંચ પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ છે. આને ધ્યાનમાં રાખીને, લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ પગલાં ભરવા માટે પ્રોત્સાહિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમજ ચૂંટણી બાદ મતદાન મથક પર કચરો નાંખવામાં આવશે નહીં. કાર્બન ફૂટ પ્રિન્ટ સૌથી ઓછી હોય તેની વ્યવસ્થાઓ કરવામાં આવશે.
48000 ટ્રાન્સજેન્ડર મતદારો : ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોના ઘરે મતદાન કરવાની વ્યવસ્થા કરી છે. આ સિવાય 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને ફોર્મ મોકલવામાં આવશે. જેમાં તેઓ મતદાનનો આ વિકલ્પ પસંદ કરી શકશે. તમને જણાવી દઈએ કે દેશમાં 97 કરોડથી વધુ મતદારો છે, જે ઘણા દેશોની કુલ વસ્તી કરતા ઘણા વધારે છે. ભારતમાં 97 કરોડ મતદારોમાંથી લગભગ 50 કરોડ પુરૂષ અને 47 કરોડથી વધુ મહિલા મતદારો છે. જેમાં 12 બેઠકો પર પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. કુલ મતદારોમાંથી, 1.8 કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરશે, જ્યારે 88.40 લાખ અપંગ છે, 19.01 લાખ લશ્કરી સુરક્ષા કર્મચારીઓ છે અને 48000 ટ્રાન્સજેન્ડર મતદારો છે.