ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ફ્લાઇટમાં મુસાફરી ન કરો', ખાલિસ્તાની આતંકવાદી પન્નૂએ એર ઇન્ડિયાના મુસાફરોને આપી "ધમકી"

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ વધુ એક ધમકી ભર્યો સંદેશ આપ્યો છે. તેણે એર ઈન્ડિયાના મુસાફરોને એરલાઈનમાં મુસાફરી ન કરવા જણાવ્યું છે.

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ
ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ (IANS)

નવી દિલ્હી :ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ સોમવારના રોજ એર ઈન્ડિયાના મુસાફરોને ધમકી આપી હતી. ઈન્ડિયા ટુડે અનુસાર પન્નુએ મુસાફરોને 1 થી 19 નવેમ્બર સુધી એરલાઈન દ્વારા મુસાફરી ન કરવા જણાવ્યું છે. પન્નુએ આ ધમકી ભારતમાં શીખ નરસંહારની 40 મી વર્ષગાંઠના અવસર પર આપી છે.

એર ઈન્ડિયાના મુસાફરોને ધમકી :શીખ ફોર જસ્ટિસના (SFJ) વડાએ એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલાની શક્યતાનો સંકેત આપ્યો છે. રિપોર્ટ અનુસાર પન્નૂએ ગયા વર્ષે પણ આવી જ ધમકી આપી હતી. નોંધનીય છે કે પન્નુની ધમકી ભારતમાં વિવિધ એરલાઇનની કામગીરીમાં વિક્ષેપ પાડતી ફ્લાઇટ્સ પર ખોટા બોમ્બ કોલની શ્રેણી અંગે વ્યાપક ચિંતા વચ્ચે આવી છે.

કોણ છે ગુરપતવંત સિંહ પન્નૂ ?ગુરપતવંત સિંહ પન્નૂ ખાલિસ્તાન અલગતાવાદી ચળવળના અગ્રણી વ્યક્તિ છે. તે ભારતના પંજાબમાંથી ખાલિસ્તાન નામનું એક સ્વતંત્ર શીખ રાજ્ય સ્થાપવા માંગે છે. તે યુએસ સ્થિત વકીલ છે અને શીખ ફોર જસ્ટિસના (SFJ) સ્થાપક છે. SFJ એક એવી સંસ્થા છે જે કાયદાકીય અને રાજકીય માધ્યમથી અલગ ખાલિસ્તાનની હિમાયત કરે છે.

SFJ દ્વારા ખાલિસ્તાનની માંગ :ગુરપતવંતસિંહ પન્નૂએ આ મુદ્દા પર આંતરરાષ્ટ્રીય આકર્ષવા માટે લોકમત અને ઝુંબેશ પણ ચલાવી હતી. તેમના નેતૃત્વ હેઠળ SFJ ખાલિસ્તાનની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે ઘણીવાર ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. પન્નૂ પોતે ભારતીય અધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં અને ખાલિસ્તાન ચળવળ માટે શીખોના સમર્થનને માપવા માટે 'જનમત 2020' ને પ્રોત્સાહન આપવામાં સામેલ હતા.

ભારત સરકારે વોરંટ જારી કર્યું :જુલાઇ 2020માં પન્નtને અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને હિંસા ભડકાવવા સંબંધિત પ્રવૃત્તિઓ માટે ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે તેની ધરપકડ માટે અનેક વોરંટ પણ જારી કર્યા અને ભારતમાં તેની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે.

ભારતમાં આતંકવાદી પન્નૂ :ભારતમાં આતંકવાદી જાહેર થયા હોવા છતાં પન્નૂ આંતરરાષ્ટ્રીય રાજકીય માહોલમાં સક્રિય છે. તે ખાસ કરીને કેનેડા, યુકે અને યુએસ જેવા દેશોમાં ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવાની હિમાયત કરે છે. તેની પાસે કેનેડાની નાગરિકતા પણ છે. સાથે જ તેની પ્રવૃત્તિઓ ભારત સાથે ખાસ કરીને કેનેડા સહિત અન્ય દેશો વચ્ચે રાજદ્વારી તણાવનું કારણ છે.

  1. ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો મોટો ખુલાસો, કેનેડાના પીએમ સાથે સીધા સંબંધો
  2. દિલ્હી બ્લાસ્ટ કેસમાં ખાલિસ્તાની એંગલ ! પોલીસે ટેલિગ્રામ એપ પાસે માંગી વિગતો

ABOUT THE AUTHOR

...view details