ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશનું આ રાજ્ય "નક્સલ મુક્ત" જાહેર થયું, છેલ્લા નક્સલીએ પણ કર્યુ આત્મસમર્પણ - KARNATAKA DECLARED NAXAL FREE

ચિકમંગલુરના પોલીસ અધિક્ષક વિક્રમ અમાઠેએ જણાવ્યું હતું કે, "આ નક્સલીના આત્મસમર્પણ સાથે, કર્ણાટક હવે નક્સલમુક્ત રાજ્ય બની ગયું છે."

44 વર્ષીય રવિન્દ્રએ કર્યુ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ
44 વર્ષીય રવિન્દ્રએ કર્યુ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 6:38 PM IST

ચિક્મંગલુરુ, કર્ણાટક: કર્ણાટકને નક્સલવાદ સામેની લડાઈમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કારણ કે, રાજ્યએ શનિવારે તેમના છેલ્લા નક્સલીના આત્મસમર્પણ સાથે નક્સલવાદ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. ચિકમંગલુરુના પોલીસ અધિક્ષક (એસપી) વિક્રમ આમઠેએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોટેહોન્ડા રવિન્દ્ર નામના નક્સલીના આત્મસમર્પણ સાથે, રાજ્ય હવે સત્તાવાર રીતે નક્સલમુક્ત જાહેર કરી શકાય છે.

44 વર્ષીય રવિન્દ્ર જે શ્રૃંગેરી તાલુકા નજીક કોટેહોંડાનો રહેવાસી છે, અને વર્ષોથી જંગલોમાં રહેતો હતો. શુક્રવારે તે શ્રૃંગેરીમાં એસપી આમટે સમક્ષ આત્મસમર્પણ કરવા આવ્યો હતો, ત્યારબાદ તેને ડેપ્યુટી કમિશનર મીના નાગરાજ પાસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આત્મસમર્પણની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

પોલીસ અધિક્ષક આમટેએ જણાવ્યું હતું કે, 14 માર્ચ, 2024 થી અમલમાં આવેલી સરકારની નવી શરણાગતિ નીતિ હેઠળ રવિન્દ્રને 'A' શ્રેણીના નક્સલી ગણવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ, તેમને 7.5 લાખ રૂપિયાની નાણાકીય સહાય, વ્યાવસાયિક તાલીમ મેળવવાની તક અને 5,000 રૂપિયાનું માસિક ભથ્થું સહિત વિવિધ લાભો મળશે.

રવિન્દ્ર સામે કુલ 27 કેસ

પોલીસ રેકોર્ડ મુજબ, રવિન્દ્ર વિરુદ્ધ કુલ 27 કેસ નોંધાયેલા છે, જેમાંથી 13 ચિકમંગલુરુ જિલ્લામાં છે. તે 2007 થી નક્સલવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને ત્યારથી તે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં નક્સલવાદી સંગઠન સાથે નજીકથી કામ કરી રહ્યો છે.

કુલ 21 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

એસપી આમટેએ એમ પણ કહ્યું કે કર્ણાટકમાં અત્યાર સુધીમાં કુલ 21 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ વિકાસ સરકાર અને સુરક્ષા દળો માટે એક મોટી સફળતા છે, કારણ કે તે રાજ્યમાં નક્સલવાદના અંતનો સંકેત આપે છે.

  1. માઓવાદી કમાન્ડરના પત્રથી ખળભળાટ, 25 લાખના ઈનામીના મોતને લઈને મોટો ઘટસ્ફોટ
  2. માઓવાદી નેતા સવ્યસાચી પાંડાએ બંદૂક છોડી, પકડી પુસ્તકો, જેલમાંથી MAનો કરી રહ્યો છે અભ્યાસ

ABOUT THE AUTHOR

...view details