ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JEE એડવાન્સ 2025 પરીક્ષા ક્યારે યોજાશે? તારીખ જાહેર કરાઈ - JEE ADVANCED EXAM 2025

JEE એડવાન્સ 2025 પરીક્ષાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. જાણો સમગ્ર માહિતી...

JEE એડવાન્સ 2025
JEE એડવાન્સ 2025 (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2024, 4:16 PM IST

રાજસ્થાન :એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ્ડ (JEE Advanced) 18 મે 2025, રવિવારના રોજ યોજવામાં આવશે. આજે સોમવારના રોજ IIT કાનપુરે એક પ્રેસ રિલીઝ જારી કરીને પરીક્ષાની તારીખની જાહેરાત કરી હતી. JEE એડવાન્સ્ડ પરીક્ષા બે પાળીમાં લેવાશે, બંને શિફ્ટ 3 કલાકની હશે. પ્રથમ શિફ્ટ સવારે 9:00 થી 12:00 અને બીજી શિફ્ટ બપોરે 2:30 થી 5:30 સુધીની રહેશે.

પ્રાઇવેટ કોચિંગ કરિયર કાઉન્સેલિંગ એક્સપર્ટ અમિત આહુજાએ જણાવ્યું હતું કે, JEE એડવાન્સ 2024માં 1 લાખ 80 હજાર 200 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષે આ સંખ્યા વધુ હોઈ શકે છે, કારણ કે લગભગ 16 લાખ ઉમેદવારો JEE-Main માં પરીક્ષા આપે તેવી શક્યતા છે. તેમાંથી ટોપ 2.50 લાખ ઉમેદવારોને JEE એડવાન્સ માટે લાયક જાહેર કરવામાં આવશે.

કોણ કરે છે JEE-Advanced નું આયોજન ?અમિત આહુજાએ જણાવ્યું કે, JEE-Main પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવે છે. બીજી તરફ JEE-Advanced પરીક્ષાનું આયોજન કરવાની જવાબદારી કોઈપણ જૂની IIT સંસ્થાને આપવામાં આવે છે. જો છેલ્લા 14 વર્ષની પરીક્ષા આયોજન પેટર્ન પર નજર કરીએ તો આ વર્ષે IIT કાનપુરને આ જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા હતી.

13 વર્ષની પરીક્ષા આયોજન પેટર્ન :માહિતી અનુસાર, વર્ષ 2011માં IIT કાનપુર દ્વારા IIT JEE પરીક્ષા લેવામાં આવી હતી. આ પછી IIT કાનપુરે 6 વર્ષ પછી વર્ષ 2018 માં JEE એડવાન્સનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત JEE એડવાન્સ્ડ માટે વર્ષ 2012માં IIT દિલ્હી, વર્ષ 2013માં IIT દિલ્હી, વર્ષ 2014માં ખડગપુર, વર્ષ 2015માં બોમ્બે, 2016 માં ગુવાહાટી, 2017માં મદ્રાસ અને 2018માં ફરીથી IIT કાનપુર, વર્ષ 2019 માં રૂરકી, વર્ષ 2020 માં ફરી IIT દિલ્હી, વર્ષ 2021 માં IIT ખડગપુર, વર્ષ 2022માં ફરી IIT બોમ્બે, વર્ષ 2023માં ફરી IIT ગુવાહાટી અને વર્ષ 2024માં ફરી IIT મદ્રાસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

શા માટે સૌથી મુશ્કેલ પરીક્ષા છે ?અમિત આહુજાએ જણાવ્યું કે, JEE એડવાન્સ પરીક્ષામાં કેટલા માર્કસના કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે, તે ક્યારેય અગાઉથી જણાવવામાં આવતું નથી. તેમજ પેપરની માર્કિંગ સ્કીમ અગાઉથી નક્કી કે જાણ કરવામાં આવતી નથી. JEE એડવાન્સ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપરના અડધા કલાક પહેલા પરીક્ષા હોલમાં આપવામાં આવેલી સૂચનામાં પ્રશ્નો અને માર્કિંગ સ્કીમ જોવા મળે છે.

પ્રશ્નોના પુનરાવર્તનની શક્યતા નહિવત :આ પરીક્ષામાં મેચિંગ લિસ્ટ ટાઈપ, ઇન્ટીજર ટાઈપ, સિંગલ કરેક્ટ, મલ્ટીપલ કરેક્ટ કોમ્પ્રીહેન્શન, ફકરા આધારિત જેવી વિવિધ પેટર્ન પર પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષામાં પાછલા વર્ષોના પ્રશ્નપત્રોના પ્રશ્નોના પુનરાવર્તનની શક્યતા નહિવત છે. છેલ્લા 4 વર્ષથી JEE એડવાન્સ્ડમાં પેપર-1 અને પેપર-2 બંને 180 માર્કના હતા અને આખું પેપર 360 માર્કનું હતું. જેમાંથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના પેપર 120 માર્કના હતા.

  1. JEE MAIN : NTA એ ઓનલાઈન અરજીની તારીખ લંબાવવાનો ઇનકાર કર્યો
  2. CBSE દ્વારા ધો. 10-12 પરીક્ષાની તારીખો જાહેર, અહીં જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

ABOUT THE AUTHOR

...view details