ભુવનેશ્વર:ઓડિશાના સંબલપુર જિલ્લાના રેધાખોલ વિસ્તારના જંગલમાં શિકારીઓ દ્વારા જંગલી ડુક્કરને ફસાવવા માટે લગાવવામાં આવેલા વાયરના સંપર્કમાં ત્રણ હાથી આવ્યા હતા, જેના કારણે ત્રણેય હાથીઓના મોત થયા હતા. ત્રણેય હાથીઓના મૃતદેહ સોમવારે સવારે રેડાખોલ જંગલ વિસ્તારના નક્તિદેઉલાના જંગલમાંથી મળી આવ્યા હતા.
વીજ વાયરના સંપર્કમાં આવવાથી હાથીઓના મોત થયા હોવાની આશંકા છે. જેમાં બે હાથી અને એક બાળક હાથીનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
આજે સવારે ત્રણ હાથીના મૃતદેહ જોયા બાદ સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે ઈલેક્ટ્રીક વાયર જંગલમાં કેવી રીતે આવ્યો, પરંતુ આશંકા છે કે શિકારીઓએ જંગલી ડુક્કરને ફસાવવા માટે આવું કર્યું હશે.
સુધારાત્મક પગલાં અમલમાં મૂકવા માટે કોર્ટની સૂચનાઓ