હરિયાણા: હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમ જેમ ચૂંટણી તારીખો નજીક આવતી જાય તેમ તેમ રાજ્યનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે તેની સાથે જ પક્ષપલ્ટાની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગયો છે. જેમાં દેવેન્દ્ર બબલીનું નામ પણ જોડાયું છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપમાં જોડાયા આ દિગ્ગજ નેતા, ટિકિટને લઈને દિલ્હીમાં આજે ભાજપની બેઠક મોકૂફ - Devendra Babli joins BJP - DEVENDRA BABLI JOINS BJP
દેવેન્દ્ર બબલી ભાજપમાં જોડાયા છે, ટિકિટને લઈને તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા હતાં, બબલીના રાજીનામાંથી હરિયાણાના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે.Devendra Babli joins BJP

Published : Sep 2, 2024, 2:19 PM IST
દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હરિયાણાના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. દેવેન્દ્ર બબલી, સુનીલ સાંગવાન અને સંજય કાબલાનાએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આ પ્રસંગે ભાજપના મહાસચિવ અરુણ સિંહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ મોહનલાલ બડોલી અને બિપ્લબ દેવ પણ હાજર હતા. આ પ્રસંગે અરુણ સિંહે કહ્યું કે હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનશે અને કોંગ્રેસનો સફાયો થવા જઈ રહ્યો છે તેવી ભવિષ્યવાણી કરી હતી.
મહત્વપૂર્ણ છે કે, ટિકિટને લઈને દિલ્હીમાં આજે ભાજપની બેઠક મળનારી હતી જે કોઈ કારણોસર મોકૂફ રહી છે.