ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામોજી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવનું નિધન, આજે રામોજી ફિલ્મ સિટીમાં અંતિમ સંસ્કાર - Ramoji Rao Passes Away - RAMOJI RAO PASSES AWAY

રામોજી ગ્રુપના વડા અને સ્થાપક રામોજી રાવનું ગઈકાલે નિધન થયું છે.તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતાં. રામોજી રાવે શનિવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતાં. આજે રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. Ramoji Rao Passes Away

રામોજી ગ્રુપના વડા રામોજી રાવનું નિધન
રામોજી ગ્રુપના વડા રામોજી રાવનું નિધન (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 7:29 AM IST

Updated : Jun 9, 2024, 7:31 AM IST

હૈદરાબાદ: ઘણા દિવસો સુધી માંદગી સામે લડ્યા પછી, રામોજી ગ્રુપન સંસ્થાપક રામોજી રાવે શનિવારે વહેલી સવારે 4.50 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી સ્થિતિ કોર્પોરેટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો ેહતો, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય-સામાજિક અગ્રણીઓ ફિલ્મજગતની હસ્તીઓ ઉપરાંત મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યાં હતાં. આજે રામોજી રાવના અંતિમ સંસ્કાર રવિવારે ફિલ્મ સિટીમાં સવારે 9 થી 11 દરમિયાન કરવામાં આવશે.

87 વર્ષની વયે નિધન: ઈનાડુ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે 4.50 વાગ્યે તેમનું નિધન થયું હતું. રામોજી રાવ સૌથી મોટા ટેલિકાસ્ટ થતાં તેલુગુ ડેઈલી 'ઈનાડુ', 'ETV' ચેનલ ગ્રુપ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક હતા. તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો.

બે દિવસ રાજકીય શોક: આંધ્ર પ્રદેશ સરકારે બે દિવસ (9 અને 10 જૂન) માટે રાજ્ય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ ઔપચારિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. સરકારના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ, આરપી સિસોદિયા, સાઈપ્રસાદ અને રજત ભાર્ગવ, આંધ્ર પ્રદેશ સરકારના પ્રતિનિધિ તરીકે રામોજી રાવના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં થયો હતો. તેમણે 10 ઓગસ્ટ 1974ના રોજ વિશાખાપટ્ટનમથી તેલુગુ દૈનિક ઈનાડુ શરૂ કર્યું. થોડા જ સમયમાં તે એક મોટું અખબાર બની ગયું. રામોજી રાવના નિધનના સમાચાર બાદ શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સહિતના દિગ્ગજોએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રામોજી રાવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે, શ્રી રામોજી રાવ ગારૂનું નિધન અત્યંત દુખદ છે. તેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી, તેમના સમૃદ્ધ યોગદાનને પત્રકારત્વ અને ફિલ્મ જગત પર અમિટ છાપ છોડી હતી. પોતાના ઉલ્લેખનીય પ્રયાસો અને માધ્યમો અને મનોરંજન જગતમાં નવાચાર અને ઉત્કૃષ્ટતા અસંખ્ય માપદંડ તેમણે સ્થાપિત કર્યા રોમાજી રાવ ગારૂ ભારતના વિકાસ પ્રત્યે ખુબબ ભાવુક હતા, હું ભાગ્યશાળી છું કે મને તેમની સાથે વાતચીત કરવાનો અને તેમના જ્ઞાનનો લાભ ઉઠાવવાની ઘણી તકો મળી. આ મુશ્કેલીના સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે સંવેદના 'ઓમ શાંતિ'

રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં થયો હતો. તેમણે 10 ઓગસ્ટ 1974ના રોજ વિશાખાપટ્ટનમથી તેલુગુ દૈનિક ઈનાડુ શરૂ કર્યું. થોડા જ સમયમાં તે એક મોટું અખબાર બની ગયું. રામોજી રાવના નિધનના સમાચાર બાદ શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સહિતના દિગ્ગજોએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર:તેલંગાણા સરકારે રામોજી રાવના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યપ્રધાન એ. રેવન્ત રેડ્ડીએ ઈનાડુ ગ્રુપના ચેરમેનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને અધિકારીઓને રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

રેવન્ત રેડ્ડીએ રામોજી રાવના અવસાનને તેલુગુ પત્રકારત્વ અને મીડિયા ઉદ્યોગ માટે અપુરતી ખોટ ગણાવી હતી. તેમણે કહ્યું કે રામોજી રાવે તેલુગુ પત્રકારત્વને વિશ્વસનીયતા અને ઉદ્યોગને મૂલ્યો આપ્યા.

રામોજી રાવનું નિધન મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ: રાજનાથ સિંહ

શ્રી રામોજી રાવ ગારૂના નિધનથી ખૂબ જ દુઃખી છું. તે એક તેલુગુ મીડિયા લિજેન્ડ હતા જેમણે મીડિયા, ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ પર ઉંડી અને પ્રભાવશાળી છાપ છોડી. તેમનું નિધન મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

રામોજી રાવનું નિધન સમગ્ર દેશ માટે મોટી ખોટ: ચંદ્રાબાબુ નાયડુ, અધ્યક્ષ, ટીડીપી

ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ રાવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો, ચંદ્રાબાબુએ રામોજી રાવને તેલુગુ સંસ્કૃતિના ચેમ્પિયન અને સામાજિક કલ્યાણ માટે અથાગ કામ કરનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા. તેમણે કહ્યું, " રામોજી ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન શ્રી રામોજી રાવનું આજે અવસાન એક મોટો આઘાત છે. તેમનું નિધન માત્ર તેલુગુ લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મોટી ખોટ છે."

જી કિશન રેડીએ આપી શ્રદ્ધાંજલિ

જી કિશન રેડીએ પોતાના એક્સ હેન્ડલ પર રામોજી રાવને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પર લખ્યું કે, 'શ્રી રામોજી રાવ ગારૂ ના નિધનથી દુ:ખી છું તેલુગૂ મીડિયા અને પત્રકારત્વમાં તેમનું ઉલ્લેખનીય યોગદાન સરાહનીય છે તેમના પરિવારજનો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે ઓમ શાંતિ'

Last Updated : Jun 9, 2024, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details