શ્રીનગર:નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનું કહેવું છે કે, ભારતમાં મુસ્લિમો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશની 24 કરોડ મુસ્લિમ વસ્તીના અધિકારોને નબળો પાડી શકે નહીં. તેમણે એક દિવસ પહેલા સાઉદી અરેબિયામાં ઉમરાહથી પરત ફર્યા બાદ પાર્ટી હેડક્વાર્ટરમાં મીડિયા સાથે વાત કરતા આ વાત કહી.
ફારુક અબ્દુલ્લાએ મીડિયા સાથે વાત કરતા વધુમાં કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે મુસ્લિમો અસુરક્ષિત મહેસૂસ રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ સાંપ્રદાયિક તણાવ તરફ દોરી જતી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ. તેઓ કેન્દ્ર સરકારને કહેવા માંગે છે કે, આવી પ્રવૃત્તિઓ બંધ કરે કારણ કે તેઓ ભારતના 24 કરોડ મુસ્લિમોને સમુદ્રમાં ફેંકી ના શકો. મુસ્લિમો સમાન વ્યવહારને પાત્ર છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ભારતના બંધારણ મુજબ તમામ ધર્મો અને ભાષાઓ સમાન છે, “
જમ્મુ અને કાશ્મીરના ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સાંસદે કહ્યું કે, વિભાજનકારી શક્તિઓને રોકવી જોઈએ અને તેમને સફળ થવા દેવી જોઈએ નહીં. "મેં અલ્લાહને પ્રાર્થના કરી કે અમારી મુશ્કેલીઓ હળવી કરે અને અમારા ભાઈચારાને જાળવી રાખે." તેમણે એમ પણ કહ્યું કે, જે લોકો આપણા લોકોને ધર્મના આધારે વિભાજિત કરવા માંગે છે તેમને ચેતવણી આપવી જોઈએ. અબ્દુલ્લાએ કહ્યું, "અમે આવી વિભાજનકારી શક્તિઓને જીતવાની મંજૂરી આપી શકતા નથી."