નવી દિલ્હી:લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.ચૂંટણી પંચ આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આજે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે.
આવતીકાલે 3 વાગ્યે થશે જાહેરાત:ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે 3 વાગે ચૂંટણી કાર્યક્રમને લઈને પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં લોકસભા અને 6 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થશે. ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે. 5 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે.
નવા બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરાઈ:ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ એક દિવસ પહેલાં જ નવા બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધૂ નવા ચૂંટણી કમિશનરે આજે કાર્યભાર સંભાળ્યો હતો. ચૂંટણી કાર્યક્રમને લઈને આજે પંચના ત્રણ અધિકારીઓએ બેઠક કર્યા બાદ લોકસભા ચૂંટણીની તારીખો અંગેની જાહેરાત કરી હતી.
લોકસભા 2019ની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાયું હતું. કુલ 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું 23 મેના રોજ પરિણામ આવ્યું હતું.
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. ગુજરાતમાં ભાજપે 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે INDIA ગઠબંધન હેઠળ કોંગ્રેસે 7 અને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે.
- Amit Shah In Gujarat: અમદાવાદથી અમિત શાહની હાકલ, ભાજપનો નહિ પરંતુ ભારતનો પ્રચાર બને તેવી કામગીરી કરો
- Lok Sabha 2024: વલસાડ-ડાંગ બેઠક પર કોઈ સક્ષમ ઉમેદવાર ભાજપને ન મળતાં દિલ્હીથી ચૂંટણીમાં ઉમેદવાર લાવવો પડ્યો - અનંત પટેલ