નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતાં. આ દરમિયાન, બજેટ સત્ર અને વિશ્વાસ પ્રસ્તાવને ટાંકીને તેમણે કોર્ટમાં શારીરિક હાજરીમાંથી મુક્તિની માંગ કરી. તેમજ કેસની આગામી સુનાવણી પર કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાની ખાતરી આપી હતી. આ પછી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ તેમને કેસની આગામી સુનાવણી માટે 16 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
બજેટ સત્રમાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા : શનિવારે દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. અગાઉ 7 ફેબ્રુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ED સમન્સની સતત અવગણના કરવા બદલ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલાં સંભાવના વ્યક્ત થઇ રહી હતી કે સીએમ અરવિંદ કેજરીવાલ કોર્ટમાં હાજર રહી શકે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસમાં શનિવારે કોર્ટમાં પ્રત્યક્ષ હાજર થઈ શકે છે. આ પહેલા ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે પાંચ વખત સમન્સ મોકલવા છતાં સીએમ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા.
રાઉઝ એવન્યુ કોર્ટેમાં થઇ શકે હાજર : દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર ઓનલાઇન હાજર રહ્યાં હતાં. તેમની હાજરી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં થઇ હતીે. અગાઉ 7 ફેબ્રુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ઈડી સમન્સની સતત અવગણના કરવા બદલ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.