નવી દિલ્હી:દેશની રાજધાનીદિલ્હીની વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન આજે પૂર્ણ થયું. હવે ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે. સાંજે 5 વાગ્યા સુધી કુલ 70 વિધાનસભા બેઠકો માટે 57.70 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, મતદાનના અંતિમ આંકડા હજુ આવવાના બાકી છે, કારણ કે મતદાનનો સમય સાંજે 6 વાગ્યે પૂરો થયા પછી પણ મતદારો મતદાન મથકો પર કતારમાં ઉભા હતા. મતદાન પૂર્ણ થયા પછી, મીડિયા ગ્રુપ અને પોલ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલના અંદાજ પણ સાંજે 6:30 વાગ્યાથી જાહેર થવા લાગ્યા.
People's Pulse ના એક્ઝિટ પોલના આંકડા બહાર આવ્યા છે. જે મુજબ દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 51-60 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે આપને 10-19 બેઠકો મળી શકે છે.
Matriz exit pollના ડેટા અનુસાર, આ વખતે દિલ્હીમાં ભાજપ અને AAP વચ્ચે જોરદાર સ્પર્ધા છે. અંદાજ મુજબ, ભાજપને 35-40 બેઠકો, આપને 32-37 બેઠકો અને કોંગ્રેસને 0-1 બેઠકો મળી શકે છે.
Chanakya Strategies ના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ભાજપ દિલ્હીમાં સંપૂર્ણ બહુમતી મેળવી શકે છે. અંદાજ મુજબ, ભાજપને 39-44 બેઠકો મળી શકે છે. જ્યારે AAP ને 25-28 બેઠકો અને કોંગ્રેસને 2-3 બેઠકો મળવાની શક્યતા છે.
P-Marq exit poll: મતદાન એજન્સી પી-માર્કના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવી શકે છે. એક્ઝિટ પોલ મુજબ, AAP ને 39-49 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 21-31 બેઠકો અને કોંગ્રેસને 0-1 બેઠકો મળવાની ધારણા છે.