ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Congress's 'Nyaya Yatra' : કોંગ્રેસની ન્યાય યાત્રા ત્રીજા દિવસે આસામની બોગી નદીથી શરૂ

Nyaya Yatra: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂર્વોત્તરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ છે ત્યારે આ યાત્રા રવિવારે આસામ પરત ફરશે. આસામના કાલિયાબોરમાં એક જાહેર રેલી પણ યોજાશે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના અન્ય ટોચના નેતાઓ પણ ભાગ લેશે.

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 12:56 PM IST

Congress's Nyaya Yatra
કોંગ્રેસની ન્યાય યાત્રા ત્રીજા દિવસે આસામની બોગી નદીથી શરૂ

ઉત્તર લખીમપુર:રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા'ના ત્રીજા દિવસે આસામમાં ફરી શરૂ થઈ. તેઓ લખીમપુર જિલ્લાના બોગીનદીથી યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે યાત્રા ફરી શરૂ થઈ ત્યારે બસમાં સવાર રાહુલ ગાંધીએ રસ્તાના કિનારે ઉભેલા લોકોનું અભિવાદન કર્યુ. રસ્તાના કિનારે ઉભેલા લોકોના કારણે તેઓ ઘણી જગ્યાએ બસમાંથી ઉતર્યા અને લોકો સાથે વાતચીત પણ કરી અને તેમની સાથે થોડા મીટર સુધી પગપાળા ચાલ્યા પણ ખરા.

કોંગ્રેસની ન્યાય યાત્રા ત્રીજા દિવસે આસામની બોગી નદીથી શરૂ

ઈટાનગરમાં રાહુલની જનસભા: પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, યાત્રા સવારે ગોવિંદપુર (લાલુક) ખાતે રોકાશે જ્યાં વરિષ્ઠ નેતા જયરામ રમેશ, જિતેન્દ્ર સિંહ, ભૂપેન બોરા અને દેવબ્રત સૈકિયા એક પત્રકાર પરિષદને સંબોધશે. આ યાત્રા બપોરે હરમતીથી ફરી શરૂ થશે અને ગુમટો થઈને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશશે, જ્યાં ધ્વજ હસ્તાંતરણ સમારોહનું આયોજન કરવામાં આવશે. પાડોશી રાજ્યમાં રાહુલ ઇટાનગરના મિથુન ગેટથી 'પદયાત્રા' કરશે અને સભાને સંબોધશે. આ યાત્રા રાત્રે ઇટાનગર પાસેના ચિંપુ ગામમાં રોકાશે.

15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે યાત્રા: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે આસામ પરત ફરશે. આસામના કાલિયાબોરમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના અન્ય ટોચના નેતાઓ ભાગ લેશે. એકંદરે, આ યાત્રા 67 દિવસમાં 6,713 કિલોમીટરનું અંતર કાપવાની છે અને 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે.

  1. Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' નાગાલેન્ડથી આસામ પહોંચી
  2. Rajnath Singh in Joshimath: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉત્તરાખંડમાંથી 35 BRO પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details