નવી દિલ્હી: આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE પરિણામ 2024) એ 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં આપી હતી તેઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર તેમના પરિણામો જોઈ શકે છે. આ વર્ષે કુલ 87.98% વિદ્યાર્થીઓએ 12માની પરીક્ષા આપી છે. સીબીએસઈની 12મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષામાં લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
CBSE અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે 0.65% વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે. આ વખતે પણ દીકરીઓએ છોકરાઓને ટક્કર આપી છે અને 6.40% ના ટકાવારીથી તેઓ આગળ છે. અહીં નોંધનીય છે કે, 91% થી વધુ છોકરીઓ આ વર્ષે CBSEની પરીક્ષામાં પાસ થયા છે.