નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસના CBI સંબંધિત કેસમાં બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થશે. આ કેસમાં આ સાથે મનીષ સિસોદિયા અને કે. કવિતા પણ હાજર થશે. તમામ આરોપીઓની હાજરી સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં થશે. 3 સપ્ટેમ્બરે, કોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી.
દિલ્હી એક્સાઇઝ કૌભાંડ :અગાઉ 23 ઓગસ્ટના રોજ સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે, કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 10 જુલાઈના રોજ કોર્ટે ED ની ચાર્જશીટની નોંધ લીધી અને કેજરીવાલને હાજર થવાનો આદેશ આપ્યો હતો. 17 મેના રોજ ED એ સાતમી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.
કુલ 18 લોકોની ધરપકડ :આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, AAP સાંસદ સંજયસિંહ, BRS નેતા કે. કવિતા સમાવે છે. જેમાં સુપ્રીમ કોર્ટે સંજય સિંહ, મનીષ સિસોદિયા અને કે. કવિતાના નિયમિત જામીન મંજૂર કર્યા છે.
નોંધનીય છે કે ઈડીએ 21 માર્ચે પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા અને 2 જૂને કેજરીવાલે આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે ED એ આ કેસમાં મનીષ સિસોદિયાની 9 માર્ચ, 2023 ના રોજ ધરપકડ કરી હતી. અગાઉ 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
- CM કેજરીવાલને જોવી પડશે રાહ : 10 સપ્ટેમ્બરે થશે નિર્ણય, સિંઘવીએ કોર્ટમાં કહ્યું...
- CM અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી, CBIએ કર્યો કૌભાંડ સંબંધિત કેસ