નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ શનિવારે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, પાર્ટીએ તેની પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જો બંને યાદીઓને ભેગા કરી તો આ રીતે ભાજપે અત્યાર સુધીમાં 121 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોને કોને મળી છે બીજી યાદીમાં ટિકિટ?બીજી યાદીમાં ભાજપે જેમને ઉમેદવાર બનાવ્યા છે, તેમાં ધુલે ગ્રામીણથી રામ ભદાને, મલકાપુરથી ચૈનસુખ મદનલાલ સંચેતી, અકોટથી પ્રકાશ ગુણવંતરાવ ભારસાકલે, અકોલા પશ્ચિમથી વિજય અગ્રવાલ, વાશિમથી શ્યામ ખોડે, મેલઘાટથી કેવલરામ કાલે, મેલઘાટથી ડૉ. ગઢચિરોલી, કસ્બા પેઠથી હેમંત નારાયણ રાસને, લાતુર ગ્રામીણમાંથી દેવેન્દ્ર કોઠે, પંઢરપુરથી સમાધાન અવતાડે, શિરાલાથી સત્યજિત દેશમુખ અને જાટમાંથી ગોપીચંદ કુંડલિક પડલકરનો યાદીમાં સમાવેશ થયા છે.