ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ ગંભીર, વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી - RAHUL GANDHI STATEMENT

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રી એસ. જયશંકરે તીખી પ્રતિક્રિયા આપી છે. ETV Bharat વરિષ્ઠ સંવાદદાતા અનામિકા રત્નાનો અહેવાલ...

રાહુલ ગાંધી, PM મોદી
રાહુલ ગાંધી, PM મોદી (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 4, 2025, 11:20 AM IST

નવી દિલ્હી : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જે રીતે ટીપ્પણી કરી, તે અંગે ભાજપ ખૂબ જ ગંભીર છે. સૂત્રોનું માનીએ તો ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ પણ લાવી શકે છે. જ્યારે રાહુલ આ કહી રહ્યા હતા ત્યારે પીએમ મોદી પણ લોકસભામાં હાજર હતા.

રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન :વાસ્તવમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ મેળવવા માટે ભારત સરકારે ગયા વર્ષે એસ. જયશંકરને અમેરિકા મોકલ્યા હતા.

શાસક પક્ષના નેતાઓ વિફર્યા :NDA નેતાઓએ રાહુલ ગાંધી પર ભારતની છબી ખરાબ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ લોકસભા અધ્યક્ષને મળીને રાહુલ ગાંધીના ભાષણમાંથી આ શબ્દો હટાવવાની માંગ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ લોકસભામાં જે કહ્યું છે તે ખૂબ જ નિંદનીય છે. કોઈ દેશના મંત્રી અમેરિકા જઈને વડાપ્રધાનને આમંત્રણ આપવા માટે કેવી રીતે કહી શકે?

એસ. જયશંકરે આપી સફાઈ : વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, રાહુલ ગાંધી જાણી જોઈને ખોટું બોલી રહ્યા છે અને તેઓ US સેક્રેટરી ઓફ સ્ટેટ અને NSAને મળવા ગયા હતા, આમંત્રણ પર વાત કરવા નહીં. 2024માં તેમની યુએસ મુલાકાત દરમિયાન પીએમ મોદીના આમંત્રણ પર કોઈ ચર્ચા થઈ નથી.

"રાહુલ ગાંધી પોતાનું અપમાન કરી રહ્યા છે." : કિરેન રિજિજુ

મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધી મહારાષ્ટ્ર પર જે જુઠ્ઠાણું બોલી રહ્યા છે તે પણ ખોટું છે. શું રાહુલ ગાંધી આટલું સમજતા નથી? તેમને ખબર હોવી જોઈએ કે વડાપ્રધાન દેશ ચલાવે છે. રાહુલ ગાંધીનું આવું નિવેદન આપવું અથવા હિમાચલ પ્રદેશની વસ્તી જેટલી મહારાષ્ટ્રમાં નકલી મતદાતાઓ છે તે કહેવું સંપૂર્ણપણે ખોટું છે. આ ચૂંટણી પંચને દુરુપયોગ કરવા જેવું છે. આવી ખોટી વાતો કરીને રાહુલ ગાંધી પોતાનું અપમાન કરી રહ્યા છે.

"રાહુલ ગાંધીને જુઠ્ઠું બોલવાની આદત પડી ગઈ છે" : પ્રેમ શુક્લા

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લાએ કહ્યું કે, રાહુલ ગાંધીને જુઠ્ઠું બોલવાની આદત પડી ગઈ છે અને તેમણે ગૃહમાં જે કહ્યું તેના પુરાવા આપવા જોઈએ. રાહુલ ગાંધી તથ્ય વિના જુઠ્ઠું બોલીને વાહવાહી મેળવવા માંગે છે અને તેઓ આ બધું દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે.

ફરી હોબાળો થવાની આશંકા :જોકે, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. એક તરફ વિપક્ષ મહાકુંભ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ ભાજપ વડાપ્રધાન મોદીની તિરસ્કારનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવી શકે છે. જેના કારણે બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી શકે છે.

  1. UPA અને NDA બંનેની સરકાર બેરોજગારી પર યુવાનોને સ્પષ્ટ જવાબ નથી આપી શકી: રાહુલ ગાંધી
  2. સંસદ બજેટ સત્ર: "લોકોએ તમને ટેબલ તોડવા નથી મોકલ્યા" ઓમ બિરલાએ વિપક્ષને આડે હાથ લીધું

ABOUT THE AUTHOR

...view details