ગુજરાત

gujarat

ETV Bharat / bharat

3 દિવસમાં 10 હાથીઓના મોતનું કારણ ખુલ્યું, ફોરેન્સિક તપાસમાં થયો ખુલાસો

બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં 10 હાથીઓના મોત મામલે હવે ફોરેન્સિક તપાસનો રિપોર્ટ આવ્યો છે. જેમાં હાથીઓના મોતનું કારણ સામે આવ્યું છે. જાણો સમગ્ર મામલો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

મધ્યપ્રદેશ :બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં ગયા અઠવાડિયે 3 દિવસમાં 10 હાથીઓના મોત બાદ ખળભળાટ મચી ગયો છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, એવું તો શું થયું જેથી 3 દિવસમાં એક પછી એક 10 હાથીઓના મોત થયા છે. હાથીઓએ શું ખાધું જેના કારણે તેમનું મોત થયું ?

3 દિવસ, 10 હાથીના મોત :જોકે, આ અંગે વિવિધ પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી. જેમાં કોદો પાકને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ પાક ખાવાથી હાથીઓના મોત થયા છે. હાથીઓના મોત બાદ હવે ફોરેન્સિક તપાસનો રિપોર્ટ આવ્યો છે.

હાથીઓના મોતનું કારણ :બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં 3 દિવસમાં 10 હાથીઓના મોત પાછળનું કારણ હવે સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસ રિપોર્ટ અનુસાર કોદો બાજરીમાં સાયક્લોપિયાઝોનિક નામનું એસિડ મળી આવ્યું છે, જેને ખાવાથી હાથીઓના મોત થયા છે.

"મંગળવારે મૃત હાથીઓના વિસેરા સેમ્પલના ટોક્સિકોલોજિકલ રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારની IVRI ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરેલી, ઉત્તર પ્રદેશના ટોક્સિકોલોજિકલ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, હાથીઓમાં સાયક્લોપિયાઝોનિક એસિડ મળી આવ્યું છે." -- એલ. કૃષ્ણમૂર્તિ (APCCF વાઇલ્ડલાઇફ)

સાયક્લોપિયાઝોનિક એસિડ :આ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, હાથીઓએ મોટા પ્રમાણમાં બગડેલું કોદો, છોડ અને અનાજ ખાઈ લીધું છે. નમૂનાઓમાં મળી આવેલ સાયક્લોપિયાઝોનિક એસિડના ઝેરની વાસ્તવિક સ્થિતિ હજુ નક્કી કરવામાં આવી રહી છે. IVRI ના અહેવાલમાં આસપાસના વિસ્તારમાં ધ્યાન કરવાની સલાહ પણ આપી છે. જેમાં ગ્રામજનોમાં જાગૃતિ લાવવા અને ખરાબ પાકમાં ઢોર ન ચરાવવા જેવા મુદ્દા આપવામાં આવ્યા છે, જેને મેનેજમેન્ટ અમલમાં મૂકી રહ્યું છે.

શું હતો સમગ્ર મામલો ?તમને જણાવી દઈએ કે, 29-30 અને 31 ઓક્ટોબર એમ માત્ર ત્રણ દિવસમાં 10 હાથીઓના મોત થયા, જે બાદ આખો દેશ હચમચી ગયો હતો. હાથીઓનું મોત કેવી રીતે થયું તે અંગે હંગામો મચી ગયો હતો. આ અંગે કેન્દ્રથી લઈને રાજ્ય સુધીની અનેક તપાસ સમિતિઓ બાંધવગઢ પહોંચી અને સતત તપાસ કરવામાં આવી રહી હતી. હાથીઓના મોત કેવી રીતે થયા તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

  1. ઓડિશામાં એક બાદ એક 50 હાથીઓના મોત
  2. બાંધવગઢમાં 3 દિવસમાં 10 હાથીઓના મોત

ABOUT THE AUTHOR

...view details