નવી દિલ્હી:દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ, દિલ્હી સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) એ દિલ્હી સચિવાલયની બહાર ફાઇલો, દસ્તાવેજો અને કમ્પ્યુટર હાર્ડવેરની હેરફેર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. મહત્વપૂર્ણ રેકોર્ડની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ અધિકારી કે કર્મચારી સામાન્ય વહીવટ વિભાગ (GAD) ની પરવાનગી વિના સચિવાલય પરિસરમાંથી કોઈપણ પ્રકારના દસ્તાવેજો, ફાઇલો કે ઇલેક્ટ્રોનિક ડેટા બહાર નહી લઈ જઈ શકે. આ સૂચના સંબંધિત વિભાગોના શાખા પ્રભારી અધિકારીઓને પણ આપવામાં આવી છે, જેથી તેઓ તેમના નિયંત્રણ હેઠળના રેકોર્ડ, દસ્તાવેજો અને ફાઇલોની સલામતી સુનિશ્ચિત કરી શકે.
ચૂંટણી પરિણામો જાહેર થતાં દિલ્હી સચિવાલયમાંથી દસ્તાવેજો લઈ જવા પર પ્રતિબંધ (etv bharat) આ આદેશ આના પર લાગુ પડે છે:આ આદેશ સચિવાલય કચેરીઓ તેમજ મંત્રી પરિષદના કાર્યાલયો અને તેમની કેમ્પ ઓફિસો પર લાગુ કરવામાં આવ્યો છે. સંબંધિત અધિકારીઓને તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે કે, આ આદેશનું કડક પાલન થાય. આ નિર્ણય દિલ્હી સચિવાલયમાં ગુપ્ત અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ આદેશનો અમલ કરવા માટે વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને માહિતી મોકલવામાં આવી છે. આમાં મુખ્યમંત્રીના અધિક સચિવ, વિવિધ વિભાગોના મંત્રીઓના સચિવો, મુખ્ય સચિવના વિશેષ અધિકારી (ISD) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આનું ઉલ્લંઘન કરવાથી શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો:
- પ્રવેશ વર્મા-વિજેન્દ્ર ગુપ્તા કે બીજું કોઈ, દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે? બાંસુરી સ્વરાજ પણ રેસમાં
- ચૂંટણી પરિણામો: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં વાપસી, જાણો જીત માટેના 10 મહત્વપૂર્ણ પરિબળો