અમદાવાદ :આજે 18 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપના ખિસ્સું નાણાંથી ભરેલું રહેશે. સમાજમાં આપના યશ અને કિર્તીમાં વધારો થાય. વેપારધંધામાં લાભ થાય. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્ન ગોઠવાય. બપોર પછી આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહેવાની શક્યતા નકારી શકાય નહીં. મૂડીરોકાણ કરતા પહેલાં વિચારવું. પરિવારના સભ્યો સાથે આપને કોઈપણ બાબતે તણાવ થઈ શકે છે માટે આ સ્થિતિ ટાળવાનો અગાઉથી જ પ્રયાસ કરવો. પારકી કડાકૂટમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. વાહન ચલાવતાં સંભાળવું તેમજ બિનજરૂરી ઉતાવળ ટાળવી.
વૃષભ:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત હશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આપના કામની કદર થાય. ઉપરીઓ ખુશ રહે. બપોર પછી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળે. પત્ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આપના માન પ્રતિષ્ઠા વધશે.
મિથુન:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં ઉતરવું નહીં. વધારે પડતો ધનખર્ચ ટાળવા માટે અગાથઉ. સંતાનો માટે વધુ સમય ફાળવવાનો પ્રયાસ કરવો. મધ્યાહન બાદ આપના કાર્યો પાર પડવાથી ખુશી અનુભવશો. નોકરી વ્યવસાયના સ્થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આપની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.
કર્ક:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્મરણ અને આધ્યાત્મિક વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. ગુસ્સાને વશમાં રાખવો પડશે. નૈતિક કૃત્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. જરૂર મુજબ પૈસાની અગાઉથી જોગવાઈ રાખવી. બપોર પછી તનની સ્વસ્થતા ઓછી રહે પરંતુ મનની સ્વસ્થતા પાછી મેળવી શકશો. મોજશોખ પાછળ ખર્ચ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. વિદેશથી સમાચાર પ્રાપ્ત થાય. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને આજે મોજશોખ અને મનોરંજનના તમામ સાધનો ઉપલબ્ઘ થશે. તેથી મિત્રો અને સગાં- સ્નેહીઓ સાથે તેની મોજ માણવામાં વ્યસ્ત રહેશો. વિજાતીય વ્યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આપ ઉઠાવી શકશો. એકાદ પર્યટનની પણ શક્યતા છે. પરંતુ બપોર પછી વધુ પડતા વિચારોને કારણે આપ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્વસ્થતા હરી લેશે. આ સમયે બોલવા પર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.
કન્યા: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. યશકિર્તીમાં વધારો થાય. પરિવારનો માહોલ ખુબ સારો રહે. આપ તન- મનથી તાજગી અને સ્વસ્થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. મધ્યાહન બાદ પ્રણય અને રોમાન્સ આપની સાંજને રંગીન બનાવશે. વિજાતીય પાત્રોની સંગતને માણશો ભાવતા ભોજનનો આસ્વાદ માણશો. દંપતીઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.
તુલા:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. લેખનકાર્ય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ધનખર્ચનો યોગ છે. બપોર પછી કરેલા કાર્યોમાં તમને સફળતા મળશે. યશકિર્તીમાં વૃદ્ધિ થાય, આજે આપ વધારે પડતા ભાવનાશીલ રહેશો. નોકરીમાં અનુકૂળ વાતાવરણ રહે અને સાથી કાર્યકરોનો સહયોગ મેળવી શકો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે.
વૃશ્ચિક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપને જીદ્દીપણું ટાળવાની સલાહ છે. લાગણીશીલતા કાબૂમાં રાખવાથી માનસિક પરેશાની નહીં અનુભવો. નાણાકીય બાબતોનું આયોજન થાય. વસ્ત્રાભૂષણો તેમજ સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય- માતાથી લાભ મળે. મધ્યાહન બાદ આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. નવા કામની શરૂઆત ન કરવી. બૌદ્ધિક પ્રવૃત્તિઓ હાથ ધરશો. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું. યાત્રા- પ્રવાસ નિવારવા.
ધન:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. દિવસના ભાગમાં આજે આપ માનસિક રીતે હળવાફુલ હશો. પરિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા કે આયોજન કરશો. મિત્રો સાથે ધનિષ્ઠતા વધે. હરીફો સામે વિજય મળે. ભાગ્યવૃદ્ધિ થાય, પરંતુ બપોર પછી વધારે પડતી સંવેદનશીલતા અનુભવો. માનસિક બેચેની રહે. મહિલાઓ શ્રૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
મકર: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપને ધાર્મિક વિચારો આવે અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. વધુ પડતા વાદવિવાદોથી દૂર રહીને પરિવારના સભ્યો સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવવો. વધુ પડતી અપેક્ષાઓ છોડવી અને થોડામાં સંતોષની નીતિ અપનાવવી. મધ્યાહન બાદ આપનું મન ચિંતામુક્ત બનશે. મિત્રો સ્વજનો સાથેની મુલાકાતથી મન આનંદ અનુભવશે. ભાગ્યવૃદ્ધિના યોગ છે. પ્રિયતમાનો સાથ માણશો. પ્રવાસ મુસાફરીની શક્યતા છે. ભાઇબહેનો સાથે સુમેળ રહે.
કુંભ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપ સાંસારિક બાબતો તરફ ઓછું અને આધ્યાત્મિક તરફ વધારે ઝુકેલા હશો. મનમાં કોઇપણ નકારાત્મક વિચારોને સ્થાન ન આપવાની સલાહ છે. શારીરિક માનસિક પ્રસન્નતા જળવાશે. મધ્યાહન બાદ આપ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અથવા જાતે પ્રવૃત્ત થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં અનુકૂળતા રહેશે. ગૃહસ્થજીવનમાં શાંતિ જળવાશે. ધનલાભ થાય.
મીન:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપને નાણાની લેવડદેવડ અને મૂડીરોકાણમાં સાવચેત રહેવાની સલાહ છે. કોઇના જામીન ન થવું. કોર્ટકચેરીની કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવા સલાહ આપવામાં આવે છે. વાણી અને ગુસ્સા પર કાબુ રાખવો. અકસ્માતથી સંભાળવું. બપોર પછી શરીર અને મનની તંદુરસ્તીમાં સુધારો થતો જણાશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આપનું મન વળશે. મિત્રો તરફથી ઉપહારો મળે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.