ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ શક્ય હોય ત્યાં સુધી, મુસાફરી ટાળવી તેમજ વાહન શાંતિથી ચલાવવું - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv Bharat18 MAY RASHIFAL
Etv Bharat18 MAY RASHIFAL (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 6:16 AM IST

અમદાવાદ :આજે 18 મે, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્‍યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્‍ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્‍યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.

વૃષભ: 18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. મહેનતના પ્રમાણમાં અલ્‍પ પરિણામ મળે છતાં આપ નિષ્‍ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્‍તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂપ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે. વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.

મિથુન:18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. વધુ પડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું પડે. મનની પરિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો અથવા યોગ્ય તજજ્ઞ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધી શકશો. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. કૌટુંબિક કે જમીન-જાયદાદના પ્રશ્નો હાલામાં છંછેડવા જેવા નથી. શક્ય હોય ત્યાં સુધી વધુ નિદ્રા લેવી.

કર્ક:18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે, આના કારણે આપનો આનંદ ઉત્‍સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્‍લતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ પર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય. ભાગ્‍યનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા પડશે.

સિંહ: 18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામાં મુકશે. કાર્યમાં ધારી સફળતા મેળવવા માટે આયોજન, વૈચારિક નવીનતા અને પરિશ્રમનો સંગમ હોવો જરૂરી છે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેનો સંદેશ વ્‍યવહાર લાભદાયી નીવડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ક્રોધ અને અહમ આપનું કામ બગાડી શકે છે માટે શાંતિ રાખવાની સલાહ છે.

કન્યા: 18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપની વાણીનું માધુર્ય નવા સુમેળભર્યા સંબંધો બાંધવામાં અને લાભ આપવામાં ઉપયોગી નીવડશે. વૈચારિક સમૃદ્ધિ વધશે. વેપાર ધંધામાં લાભ સાથે સફળતા મળે. તન મનનું આરોગ્‍ય જળવાશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, તેમના તરફથી મળેલા ભેટ ઉપહાર આપને પ્રસન્‍ન કરશે. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે.

તુલા: 18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપે આરોગ્‍યની વિશેષ કાળજી લેવી પડશે. માનસિક સ્‍વસ્‍થતા માટે મેડિટેશન અને ઈશ્વરના સ્મરણનો સહારો લઈ શકો છો. અવિચારી અને બેફામ વલણ ટાળવું અન્યથા આફત વધશે. વાણી પર સંયમ રાખવો પડશે, નહીં તો કોઇ સાથે ઝઘડો ટંટો થવાની સંભાવના નકારી શકાય નહીં. મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આ સમયે આધ્‍યાત્મિક વલણ સહાયરૂપ બનશે.

વૃશ્ચિક:18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. નોકરી ધંધા અને વ્‍યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. આ સાથે મિત્રો, સગાંસંબંધીઓ અને વડીલો તરફથી પણ લાભ પ્રાપ્તિનો સંકેત છે. સામાજિક મેળાવડા, પર્યટન જેવા પ્રસંગોમાં જવાનું બને. શરીર અને મનથી આપ ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્‍ત્રોત વધશે. અપરિણિતો માટૈ લગ્‍નયોગ બને છે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન: 18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. કાર્ય સફળતાનો દિવસ છે. નવા કામની શરૂઆત કરી શકો. વેપારીઓ તેમના બિઝનેસનું આયોજન અને વિસ્‍તરણ સારી રીતે કરી શકશે. નોકરીમાં ઉપરીઓ આપની બઢતી માટે વિચારશે. ગૃહજીવનમાં આનંદ અને સંતોષ રહેશે. તન- મનનું આરોગ્‍ય જળવાશે. આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

મકર: 18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં નવી વિચારસરણી અમલમાં મૂકશો. લેખન અને સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્‍મકતા દેખાશે, છતાં મનના કોઇક ખૂણે આપને અસ્‍વસ્‍થતા અનુભવાશે. પરિણામે શારીરિક થાક અને કંટાળો રહે. સંતાનોના પ્રશ્નો વિશે ચિંતા ઉદભવે. ઉપરી અધિકારીઓ કે હરીફો સાથે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી.

કુંભ: 18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. નકારાત્‍મક વિચારો દૂર રહેવાની સલાહ છે. આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણી છોડશો નહીં તો તમારા પરફોર્મન્સ પર નબળી અસર પડી શકે છે. ખર્ચ વધશે. વાણી પર સંયમ નહીં રાખો તો પરિવારમાં કોઈની સાથે મનદુ:ખ થઈ શકે છે. આરોગ્‍યની પણ વિશેષ કાળજી લેવી. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી તેમજ વાહન શાંતિથી ચલાવવું. ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિક વાંચન આપને માનસિક શાંતિ આપશે.

મીન:18 મે 2024 શનિવારના રોજ ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. રોજિંદા કાર્યોમાંથી બહાર આવી આજે આપ હરવા ફરવા અને મનોરંજન પાછળ આપનો સમય વીતાવશો. સ્‍વજનો તથા મિત્રવર્તુળ સાથે પિકનિક પર જવાનું આયોજન થશે. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનો કાર્યક્રમ આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનો હુન્‍નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાંપત્‍યજીવનમાં વધારે નિકટતા માણી શકાય. જાહેર જીવનમાં માનસન્‍માન મળે.

ABOUT THE AUTHOR

...view details