ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર કુંભ રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2025, 1:01 AM IST

અમદાવાદ :આજે 04 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર કુંભ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં પસાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. પર્યટનની શક્યતા છે. અપરિણિતો માટે લગ્‍ન યોગ છે.

વૃષભ: ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ધિ કે પદોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

મિથુન:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. નોકરી -ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનોની સમસ્‍યાઓ થોડા વધુ પ્રયાસો સાથે ઉકેલી શકશો. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્‍ય નથી. પિતાને હેરાનગતિ થાય.

કર્ક:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. તન-મનની અસ્‍વસ્‍થતા અને નિષેધાત્‍મક વિચારો દૂર કરને આજના દિવસે તમે મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિઓમાં રુચિ લેશો તો આવનારી સમસ્યાને અગાઉથી જ ટાળી શકશો. દરેક બાબતે રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપે ક્રોધને વશમાં રાખવો પડશે. આર્થિક ખર્ચ અનુભવશો પરંતુ પૂર્વાયોજન હશે તો વાંધો નહીં આવે. પરિવારમાં વિવાદ ન થાય તેનું ધ્‍યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ટાળવી.

સિંહ:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજના દિવસે આપ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય પસાર કરશો. જોકે છતાં પણ સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.

કન્યા:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્‍નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. હીરફો પર વિજય મેળવી શકશો.

તુલા: ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપ કલ્‍પના અને સર્જનશક્તિનો શ્રેષ્‍ઠ ઉપયોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. વધુ પડતા વિચારોથી મન વિચલિત બનો. આજે કોઇ સાથે બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં ભાગ લેવાનો પ્રસંગ આવે, પરંતુ તેમાં ઉંડા ન ઉતરવાની સલાહ છે.

વૃશ્ચિક:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજના દિવસે આપના શારીરિક, માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થતા મેળવવા માંગતા હોવ તો આ વધુ પડતું કામનું ભારણ લેવાના બદલે થોડો આરામ કરજો. કોઇને કોઇ બાબતની ચિંતામાં તમે મૂળ કામ પર ઓછુ ધ્યાન આપી શકશો. પરિવારના સભ્‍યો તેમજ સગાંસંબંધીઓ સાથે શાંતિ અને આત્મીયતાથી વ્યવહાર કરવો અને દરેકને પૂરતો આદર આપવો. જમીન વાહન વગેરેના ખરીદી દસ્‍તાવેજો કરવામાં કાળજી લેવી.

ધન:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્મિકતાનો પ્રભાવ આપના પર વિશેષ રહેશે અને તેના અભ્‍યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્‍ન રહે. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થવાની પણ શક્યતા છે. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે.

મકર:ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. સંયમિતવાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. કુટુંબીજનો સાથે ગેરસમજ થાય તેવી કોઈપણ ચર્ચા અથવા વર્તનથી દૂર રહેવાની સલાહ છે. આરોગ્‍યની સંભાળ લેવી પડશે જેથી ભોજનની અતિશયોક્તિ ટાળવી અને પુરતી ઉંઘ લેવી. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય. ગૃહિણીઓ માનસિક અસંતોષની લાગણી અનુભવે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ઈચ્છિત પરિણામ માટે મહેનત વધારવી પડશે.

કુંભ: ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા અને તાજગી ભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્‍નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્‍ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. એકાદ પર્યટનનું પણ આયોજન થશે. આજે આપ ચિંતનશક્તિ અને આધ્‍યાત્મિક શક્તિના પ્રભાવને જાણી શકશો. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે.

મીન: ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપના મનમાં એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાના બદલે શક્ય હોય એટલું મન શાંત રાખવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્‍વજનોને ઓછો સમય આપી શકશો. કોર્ટ કચેરીના કામમાં તેમજ કોઇના જામીન થવાની બાબતમાં ખૂબ કાળજીથી કામ લેવાની સલાહ છે. વાણીની અસંયમિતતા ઝઘડો કરાવે. ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ ભારે પડશે.

ABOUT THE AUTHOR

...view details