અમદાવાદ :આજે 02 ડિસેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપને આજે કોઈપણ નવા કાર્યો શરૂ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપ ગૂઢ વિદ્યા અને રહસ્યમય બાબતો સમજવાનો પ્રયત્ન કરશો. આપની વાણી અને વ્યવહાર સંયમિત રાખવા હિતાવહ છે. મધ્યાહન બાદ નવા કાર્યો શરૂ કરી શકો છો. તબિયત સાચવવી. નોકરી-વ્યવસાયના સ્થળે સંભાળપૂર્વક રહેવું. આજે આપને સહકર્મચારીઓનો સાથ સહકાર ઓછો મળે. સંતાનોના પ્રશ્નો મૂંઝવશે.
વૃષભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજે દિવસની શરૂઆત આનંદ પ્રમોદ અને મિત્રો સાથેની મુલાકાતથી થાય. વિજાતીય પાત્રો પણ આજે આપના જીવનમાં આવે. બહાર ફરવા જવાનું કે ભોજન લેવાનું પણ થાય પરંતુ મધ્યાહન પછી આપને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે વાણીનો ગમે તેમ ઉપયોગ ન થાય તે અંગે ખાસ ધ્યાન રાખવું પડશે. અન્યથા વિખવાદ થશે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સાચવવી. આધ્યાત્મિક બાબતોમાં ઊંડો રસ પડશે.
મિથુન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ મોજમજા અને મનોરંજનભર્યો હોવાનું જણાઈ રહ્યું છે. તન- મનની તંદુરસ્તી જળવાશે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. અધુરાં કાર્યો પૂરા થાય. મનોરંજન મેળવવા માટે આપ કોઇ સિનેમાગૃહની મુલાકાત લેશો. ભાગીદારો સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. દોસ્તો સાથે પ્રવાસ પર્યટન યોજાય. સુરૂતિપૂર્ણ ભોજન માણવા મળે. પ્રેમીઓના મિલન મુલાકાત માટે અનુકૂળ દિવસ છે.
કર્ક:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આપ ખંતપૂર્વક કામ કરશો તો આગળ વધવાની તક છે. આરોગ્યમાં વિશેષ કરીને પેટના દર્દોથી પીડાતા જાતકોએ ખાસ કરીને અતિશય ભોજન લેવાનું ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળશે પરંતુ મધ્યાહન બાદ પરિસ્થિતિ વધારે અનુકૂળ બનશે. તંદુરસ્તી સુધરે અને માનસિક રીતે પણ આપ સ્વસ્થ બનશો. ઓફિસમાં સહકારભર્યો માહોલ હશે. અધુરાં કાર્યો પૂરા થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો.
સિંહ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ સંભાળીને ચાલવા જેવો છે. માનસિક ગડમથલનું પ્રમાણ વધુ રહેશે. સાથે સાથે શરીર પણ થોડું અસ્વસ્થ રહે. કુટુંબના સભ્યો સાથે પણ કોઇક બાબતે ખટરાગ ટાળવા માટે વધુ પડતો હઠાગ્રહ છોડવાની સલાહ છે. આવા સમયે સંયમથી કામ લેવાની સલાહ આપવામાં આવે છે. ધનકિર્તીની હાનિ થાય. સંતાન અંગેની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નાણાંનું આયોજન કરવા માટે અનુકૂળ સમય છે.
કન્યા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આપને નાણાંકીય લાભ અને ભાગ્યવૃદ્ધિના યોગ જણાઈ રહ્યા છે. ભાઇભાંડુઓથી લાભ થાય. કોઇની સાથે પ્રેમાળ લાગણીભર્યા સંબંધો બંધાય. પ્રિયપાત્રનું સાનિધ્ય મળે પરંતુ મધ્યાહન બાદ આપનું મન ચિંતાતુર બનશે. જેના કારણે શારીરિક અને માનસિક સ્વસ્થતા જોખમાશે. આત્મજનો સાથે મનદુઃખ થાય તેવા કોઈપણ સંજોગો ટાળવા. માતાના સ્વાસ્થ્યની તમારે વધુ સંભાળ લેવી પડશે. જળાશયથી સંભાળવું.
તુલા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્ય નરમ રહેવાની શક્યતા છે. પારિવારિક કલેશ નિવારવો હોય તો વાણી પર સંયમ રાખવો પડશે. નકારાત્મક માનસિક વલણ ન અપનાવવું. ઘરના સભ્યો સાથે ગેરસમજ ઉભી ન થાય તે જોવું. બપોર પછી આપના મન પરથી ગ્લાનિના વાદળ દૂર થઈ જશે અને પ્રસન્નતા છવાઇ જશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે પ્રેરાશો. હરીફો સામે જીત મળશે. ટૂંકી મુસાફરીના યોગ છે.
વૃશ્ચિક:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેવાની સંભાવના છે. સુખ- સંતોષની લાગણી અનુભવાય. કુટુંબના સભ્યો સાથે આનંદમાં દિવસ પસાર થાય. શુભ સમાચાર મળે. મધ્યાહન બાદ પરિવારમાં થોડુંક કલહનું વાતાવરણ રહે. આ સમયે ગેરસમજ ટાળવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો. શારીરિક આરોગ્ય નરમ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધોની શક્યતા રહે.
ધન:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપને ઓપરેશન અને આકસ્મિક ઈજાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. મોજશોખ અને મનોરંજન પાછળ આપ વધુ પડતાં નાણાંનો વ્યય કરશો. સ્વભાવમાં ધીરજ અને સૌમ્યતા વધુ રાખવી. સગાં- સંબંધીઓ સાથે અણબનાવ ટાળવામાં પણ તમારું નમ્ર વલણ ઉપયોગી રહેશે. બપોર પછી તન- મનની પ્રસન્નતા અને સ્વસ્થતા પાછી મેળવી શકશો. મિત્રો સ્વજનો દ્વારા ભેટ સોગાદો મળવાથી આનંદ થાય. કુટુંબનો માહોલ સુમેળભર્યો રહે. આપને શ્રેષ્ઠ દાંપત્યસુખ મળે.
મકર: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. વર્તમાન સમય વેપાર-ધંધા માટે અને નોકરિયાતોને નોકરી માટે લાભદાયક રહેશે. પુત્ર અને પત્નીથી ફાયદો થાય. વિશેષ કરીને સ્ત્રી મિત્રો આજે તમને લાભ અપાવશે. સાંસારિકજીવન સુખદ રહે. મધ્યાહન બાદ માનસિક ચિંતા અને નબળી તંદુરસ્તી તમારા મનને વ્યથિત કરશે. વાતચીતમાં કોઇ સાથે ગેરસમજ ન થાય તે જોવું. મોજશોખ અને મનોરંજન પાછળ નાણાંનો વ્યય થાય.
કુંભ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ લાભકારી હોવાની શક્યતા વધુ છે. આપને નોકરી વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થાય. માન- સન્માન હક્કદાર બનો. નોકરી વ્યવસાયમાં પદોન્નતિ થાય. ઉચ્ચ અધિકારીઓ તેમજ વડીલો આપના પર મહેરબાન રહે. આરોગ્ય સારું રહે. ઉઘરાણી થકી આવક થાય. મિત્રો સાથે મિલન મુલાકાત થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. મનોહર સ્થળે પર્યટન કે મુસાફરી થાય. સંતાનોની સંતોષકારક પ્રગતિ થાય. સાંસારિક જીવનમાં આનંદ રહે.
મીન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ બૌદ્ધિક કાર્યોમાં તેમજ લેખન કાર્યમાં સક્રિય રહેશો. નવું કામ શરૂ કરી શકશો. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્થળની મુલાકાતનો યોગ છે. વિદેશ વસતા મિત્ર કે સ્નેહીજનની મુલાકાત થાય. શરીરમાં થાક, આળસ દૂર થશે અને ઉલ્લાસ વ્યાપશે. આપના કાર્યો વિના અવરોધે પાર પડે. ધનલાભનો યોગ છે. મિત્રો સંબંધીઓથી ફાયદો થશે.