નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે. જે બાદ બુધવારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનઆ શરણે ગયા હતા. પાર્ટી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રહી છે.
HCએ અરજી ફગાવી દીધા બાદ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, SC ના નિર્ણય પર નજર - Arvind Kejriwal Moves SC - ARVIND KEJRIWAL MOVES SC
હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાયા બાદ હવે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી અને તેમની ધરપકડને કાયદાકીય રીતે યોગ્ય ગણાવી હતી.
Published : Apr 10, 2024, 12:28 PM IST
કેજરીવાલે કરી સુપ્રીમ કોર્ટમાં અરજી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી દારૂ કૌભાંડ નીતિ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજીને ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
આજે તમામની નજર સુપ્રીમ કોર્ટ પર: મંગળવારે હાઈકોર્ટે EDની કાર્યવાહીને કાયદેસર ગણાવી હતી. તેમણે અરવિંદ કેજરીવાલની ધરપકડને કાયદાકીય રીતે યોગ્ય ગણાવી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દીધા બાદ આજે તમામની નજર સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે.