ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Excise Policy Case: કેજરીવાલ ED વિરુદ્ધ ફરી હાઈકોર્ટ પહોંચ્યા, કહ્યું- ધરપકડ નહીં કરવાની ખાતરી મળે તો હાજર થવા તૈયાર

અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. કોર્ટ આજે આ મામલે સુનાવણી કરશે. CMએ હાઈકોર્ટ પાસે માંગ કરી છે કે તેમની સામે કોઈ શિક્ષાત્મક પગલાં ન લેવાય.

Delhi Excise Policy Case
Delhi Excise Policy Case

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 10:50 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે ED દ્વારા કોઈપણ નિવારક પગલાં પર પ્રતિબંધની માંગ કરી છે. જસ્ટિસ સુરેશ કૈતની અધ્યક્ષતાવાળી બેંચ આજે આ મામલે સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે 20 માર્ચે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ઈડીના સમન્સને પડકારતી અરજી પર કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેજરીવાલે એવી આશંકા વ્યક્ત કરી હતી કે ED તેમને પૂછપરછ માટે બોલાવી શકે છે અને ધરપકડ કરી શકે છે.

જાણો શુ કહ્યુ કોર્ટે: સુનાવણી દરમિયાન કોર્ટે અરવિંદ કેજરીવાલને કહ્યું કે તમે પહેલા દેશના નાગરિક છો. જો તમારા નામે સમન્સ જારી કરવામાં આવે છે, તો તમારે હાજર થવું જોઈએ. ત્યારબાદ કેજરીવાલ વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સંજય સિંહ અને મનીષ સિસોદિયાની પણ આ જ રીતે ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલ કોઈ સામાન્ય અપરાધી નથી. તેઓ ક્યાં ભાગી જવાના છે? ED તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કહ્યું હતું કે કેજરીવાલની અરજી સાંભળવા યોગ્ય નથી.

  • તમને જણાવી દઈએ કે 16 માર્ચના રોજ રાઉસ એવન્યુ કોર્ટના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ આ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા. અગાઉ કેજરીવાલે એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને તેમને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. જે બાદ કેજરીવાલ 16 માર્ચના રોજ કોર્ટમાં હાજર થયા હતા.
  • કેજરીવાલ સામે EDએ બે ફરિયાદ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે 7 ફેબ્રુઆરીના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે EDની પહેલી ફરિયાદને ધ્યાનમાં લેતા કેજરીવાલને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. EDએ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા પછી ધરપકડ કરી હતી. EDએ 9 માર્ચ, 2023ના રોજ આ મામલામાં પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદિયાની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સિસોદિયાની અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈએ ધરપકડ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી છે. સંજય સિંહની જામીન અરજી પણ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે, જે બાદ સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પણ ફગાવી દીધી છે.
  1. SC on CAA: સુપ્રીમ કોર્ટનો CAA પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર, કેન્દ્રને 3 અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું
  2. World Tatoo Day 2024: આદિવાસીઓનો શ્રુંગાર બન્યો અમીરો માટે ફેશન, જાણો શું છે મધ્યપ્રદેશની ટેટૂ પ્રથાનો 'સ્વર્ગ' સાથે સંબંધ

ABOUT THE AUTHOR

...view details