તિરુપતિ: આંધ્ર પ્રદેશમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના વહીવટીતંત્રે પ્રસાદમાં જીવાત મળવાના એક ભક્ત દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ટીટીડી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પવિત્ર સંસ્થાને બદનામ કરવાનો અને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે શનિવારે માધવ નિલયમમાં પ્રસાદમાં કીડો મળવાના ભક્તના આરોપની નિંદા કરી હતી. આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. ટીટીડીના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાં દર્શન માટે આવતા હજારો ભક્તો માટે તાજો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.