હૈદરાબાદ:બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષના મૃત્યુની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખી છે. 34 વર્ષના સુભાષે તેની પત્નીના વ્યવહારથી પરેશાન થઇને મોતને ગળે લગાવ્યું હતું. આત્મહત્યાનું ઘાતક પગલું ભરતા પહેલા તેણે લગભગ 80 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત, 24 પાનાની નોટ લખીને, તેણે તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને તેના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા છે.
અતુલ સુભાષ અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે લોકો સોશિયલ મીડિયા પર સતત તેમના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો સરકારી તંત્ર સામે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.
સુભાષના મૃત્યુની ચર્ચા વચ્ચે ગુજરાતના અમદાવાદમાં અંતિમ પગલું ભરનાર આયેશાનો કિસ્સો પણ સોશિયલ મીડિયા પર લોકો શેર કરી રહ્યા છે. આયેશાએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો રેકોર્ડ કરીને તેના પતિ આરિફને મોકલ્યો હતો. વીડિયોમાં તેણે તેના પતિ પર દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, "હું દુઆ કરું છું કે, આ પ્રેમાળ નદી મને ગળે લગાવી લે."