નવી દિલ્હીઃપશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન રવિવારે બે દિવસની મુલાકાતે રવિવારે નવી દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું સ્વાગત કર્યું હતું. પોતાની મુલાકાત દરમિયાન શેખ ખાલિદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.
શનિવારે ક્રાઉન પ્રિન્સની મુલાકાત વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે શેખ ખાલિદની આ મુલાકાત ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવશે. તે નવા અને ઉભરતા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ભાગીદારીના માર્ગો પણ ખોલશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ રવિવારે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર વાતચીત કરશે. આ સિવાય બંને નેતાઓ ઇઝરાયલ-હમાસ સંઘર્ષને કારણે ઉભી થયેલી સ્થિતિ પર પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. શેખ ખાલિદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે. આ ઉપરાંત તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પણ જશે.
ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ સાથે UAEના ઘણા મંત્રીઓ અને બિઝનેસ ડેલિગેશન પણ ભારત આવશે. દિલ્હીમાં કાર્યક્રમ પૂરો થયા બાદ શેખ ખાલિદ બિઝનેસ ફોરમમાં ભાગ લેવા સોમવારે મુંબઈ જશે. આ ફોરમમાં બંને દેશોના ટોચના બિઝનેસ લીડર્સ ભાગ લેશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન 9 અને 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાત લેશે.
નિવેદનમાં, વિદેશ મંત્રાલયે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે. "ભારત અને UAE વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં, ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકીય, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી છે. "નિવેદનમાં જણાવ્યું હતું. વિસ્તારોમાં મજબૂત બન્યું છે."
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિંગાપોરમાં ઉષ્માભર્યું સ્વાગત, પીએમ લોરેન્સ વોંગ સાથે કરી મુલાકાત - PM Modi Singapore Visit
- બાઇડેન બાદ PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરી - PM Modi Speaks with Vladimir Putin