કોઈમ્બતુર: 15 દિવસની બાળકીને નિઃસંતાન દંપતીને વેચવાના આરોપમાં કોઈમ્બતુર પોલીસે બિહારના 4 સહિત 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે. ચાઈલ્ડ લાઈન દ્વારા આ વિસ્તારમાં કથિત બાળક વેચવાની ફરિયાદની પોલીસને કરવામાં આવી હતી.
બિહારના વતની મહેશ કુમાર અને અંજલી કોઈમ્બતુર જિલ્લાના સુલુરની બાજુમાં અપ્પનાયક્કનપટ્ટી વિસ્તારમાં એક હોટલ ચલાવતા હતા. ચાઈલ્ડ લાઈનને ફરિયાદ મળી હતી કે દંપતીએ એક બાળકીનો સોદો કર્યો હતો. આ બાળકીને આરોપી દંપતિના સંબંધી બિહારથી લાવ્યા હતા. ચાઈલ્ડ લાઈને આ મામલે તપાસ કરી અને કરુમથમ્બટ્ટી વુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ મહેશ કુમાર અને અંજલિની 3 જૂને ધરપકડ કરી હતી. જ્યારે વિજયનની 4 જૂને ધરપકડ કરવામાં આવી હતી.
17 વર્ષથી નિઃસંતાન રહેલા વિજયને બાળક દત્તક લેવા અનેક પ્રયત્નો કર્યા હતા. આરોપી દંપતિએ કહ્યું હતું કે તેમની પાસે બિહારમાં 15 દિવસની બાળકી છે અને માત્ર 2.5 લાખ રૂપિયામાં તેને સોંપી દેવાશે. જ્યારે રકમ ચૂકવવા વિજયન સંમત થયા ત્યારે અંજલિએ બિહારમાં તેની માતા પૂનમદેવીને એક ગરીબ દંપતીને તેમની 15 દિવસની પુત્રીને વેચવા માટે સમજાવવા કહ્યું. પૂનમદેવી અને તેની નાની પુત્રી મેઘકુમારી બાળકીને બિહારથી સુલુર લાવ્યા.
અંજલિની માતા પૂનમ દેવી અને તેની પુત્રી મેઘાકુમારીને તપાસ માટે કોઈમ્બતુર બોલાવવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન બિહારના એક ગરીબ દંપતી પાસેથી બાળક ખરીદ્યું હતું અને તેને કોઈમ્બતુરમાં 2.5 લાખ રૂપિયામાં વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં બિહારના 4 સહિત 5 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. કરુમથમ્બટ્ટીનું મહિલા પોલીસ સ્ટેશન હાલ આરોપીઓએ ભૂતકાળમાં કેટલા બાળક વેચ્ચા તેમજ અન્ય માહિતીની પૂછપરછ કરી રહી છે.
- અરવલ્લીમાં માનવતા મરી પરવારી, માતાપિતાએ બાળકનો સોદો કર્યો
- Child Trafficking In Gujarat: સરોગસીના નામે બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ, 2 લાખમાં કરતા હતાં બાળકનો સોદો