ગુજરાત

gujarat

ETV Bharat / bharat

135 વર્ષ જૂના રેશમના ઝાડ વિદેશમાંથી લવાયા, દરિયાઈ માર્ગે લાવવામાં 75 દિવસ લાગ્યા - 135 YEAR OLD TREES

135 વર્ષ જૂના બે રેશમના ઝાડને વિદેશમાંથી જહાંજ દ્વારા આંધ્ર પ્રદેશના શિવંજનેયા નર્સરીમાં લાવવામા આવ્યા છે, જેના કારણે આ નર્સરી ચર્ચામાં છે.

Etv Bharat
દુર્લભ વૃક્ષ સાથે શિવંજનેય નર્સરીના વડા મલ્લુ પોલરાજુ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2025, 3:18 PM IST

પૂર્વ ગોદાવરીઃ પોતાના દુર્લભ છોડ અને રોપાઓ તથા બાગબાની કળા માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ આંધ્રપ્રદેશની કડિયામ નર્સરી ફરી એક વાર ચર્ચામાં છે. કડિયાપુલંકામાં શિવંજનેયા નર્સરીએ 135 વર્ષ જુના બે રેશમના ઝાડ ખરીદ્યા છે. મળતી જાણકારી અનુસાર પ્રત્યેક ઝાડની કિંમત 35 લાખ રૂપિયા છે.

કેવી રીતે લવાયા:રેશમનું ફૂલ કે સીબા સ્પેશિઓસા એ એક પાનખર વૃક્ષની પ્રજાતિ છે. સામાન્ય રીતે દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય જંગલોમાં તે ઉગે છે. નર્સરીના વડા મલ્લૂ પોલારાજૂએ જણાવ્યું હતું કે, આ દુર્લભ વૃક્ષોને દરિયાઈ માર્ગે વિદેશથી ખાસ કન્ટેનરમાં આયાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે વૃક્ષોને નર્સરી સુધી પહોંચવામાં લગભગ 75 દિવસનો સમય લાગ્યો હતો.

કેટલો થયો ખર્ચઃમલ્લુ પોલારાજુએ જણાવ્યું કે આ વૃક્ષો લાવવાનો ખર્ચ પ્રતિ વૃક્ષ 10 લાખ રૂપિયા હતો. તેમણે કહ્યું કે આ દુર્લભ અને મોટા વૃક્ષોની માંગ લક્ઝરી હોટલ, વિલા અને કોમર્શિયલ સ્થળોએ ઘણી વધારે હોવાની અપેક્ષા છે. આ પ્રીમિયમ સુશોભન હરિયાળી માટે કેન્દ્ર તરીકે કડિયામની પ્રતિષ્ઠા વધારશે.

કડિયામ નર્સરી શું છે:દેશી અને વિદેશી છોડના પ્રદર્શન માટે જાણીતી છે. આ વખતે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ કડિયાપુલંકા પુલ્લુ અંજનેયુલુની શ્રી સત્યદેવ નર્સરીમાં હજારો છોડ અને ફૂલો સાથે તહેવારોના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રદર્શનમાં ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો.

કેવું હોય છે રેશમનું ઝાડ: એક મોટો અર્ધ-પાનખર છોડ જે લગભગ 15 મીટર (50 ફૂટ) ની ઊંચાઈ સુધી વધે છે. તે ફૂલેલું દેખાઈ શકે છે અને મોટાભાગે મોટા શંકુ આકારના કાંટાથી છવાયેલું હોય છે. જવાન વૃક્ષોના થડ થોડા લીલા હોય છે અને જ્યારે પરિપક્વ થાય છે ત્યારે ભુરા રંગના થાય છે.

  1. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના પાન નખથી ન તોડવા જોઈએ, વાંચો નિયમો
  2. કાયદાના ધજાગરા ઉડાવીને જંગલની જમીન પર પૂર્વ મંત્રીએ કબ્જો કર્યો!

ABOUT THE AUTHOR

...view details