વારાણસી: જ્ઞાનવાપી સંકુલમાં કરાયેલ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI) સર્વે રિપોર્ટની નકલ ગુરૂવારે પાંચ લોકોને મળી ગઈ છે. આ કેસ સાથે જોડાયેલા પક્ષકારોએ ગુરુવારે કોર્ટમાં અરજી આપી હતી. ત્યાર બાદ રાતે 9 કલાકે બંને પક્ષોને રિપોર્ટની નકલો મળી. 839 પાનાની રિપોર્ટમાં 15 એવા પેજ છે જે સમગ્ર રિપોર્ટનું નિષ્કર્ષ છે. ત્યાર બાદ વિષ્ણુ શંકર જૈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ વિશેના તારણોનો ઉલ્લેખ કર્યો હતો.
શું કહેવામાં આવ્યું રિપોર્ટમાં ?
- જ્ઞાનવાપી સંકુલમાં 32 જગ્યાએ આવા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે તે મસ્જિદ નહીં પણ મંદિર હતું.
- દેવનાગરી, ગ્રંથ, તેલુગુ અને કન્નડમાં શિલાલેખો મળી આવ્યા છે. આ સિવાય જનાર્દન, રુદ્ર અને વિશ્વેશ્વરના શિલાલેખો મળી આવ્યા છે.
- અહેવાલમાં એક જગ્યાએ મહામુક્તિ મંડપ લખ્યું છે. ASIનું કહેવું છે કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જે સાબિત કરે છે કે આ સમગ્ર સ્ટ્રક્ચર મંદિરનું છે.
- એક પથ્થર મળી આવ્યો હતો જે તૂટી ગયો હતો. જે બાદ ASIને જદુનાથ સરકારની શોધ સાચી લાગી, જેમાં કહેવામાં આવ્યું છે કે તત્કાલીન આદિ વિશ્વેશ્વર મંદિરને 2જી સપ્ટેમ્બર 1669ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉના મંદિરના સ્તંભોનો ઉપયોગ પાછળથી મસ્જિદના નિર્માણમાં કરવામાં આવ્યો હતો.
- ભોંયરામાં S2માંથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે.
- હિંદુ મંદિરના ભાગરૂપે પશ્ચિમી દિવાલ સરળતાથી ઓળખી શકાય છે.
- 17મી સદીમાં મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો ઉપયોગ મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
- ભોંયરામાં માટીમાં કોતરેલી આકૃતિઓ દટાયેલી મળી આવી હતી.
- એક રૂમમાંથી અરબી અને ફારસી ભાષામાં લખેલા આર્કાઈવ્સ મળી આવ્યા છે. આમાં ત્રણ નામો મુખ્ય રીતે ઉલ્લેખિત છે - જનાર્દન, રુદ્ર, ઉમેશ્વર.
- આર્કાઇવ્સ દર્શાવે છે કે મસ્જિદ ઔરંગઝેબના શાસનના 20મા વર્ષમાં એટલે કે 1667-1677માં બનાવવામાં આવી હતી.