સુરેન્દ્રનગરમાં સરકારે ખાતરના ભાવમાં કરેલા 58 ટકા વધારાનો ખેડૂતોએ કર્યો વિરોધ

By

Published : May 12, 2021, 3:33 PM IST

thumbnail

સુરેન્દ્રનગર: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાભરના ખેડૂત આગેવાનોએ ઉગ્ર રજૂઆતો કરી સરકાર દ્વારા ખાતરના ભાવમાં કરવામાં આવેલ 58 ટકા ભાવ વધારાનો વિરોધ કરવામા આવ્યો હતો. જિલ્લામાં એક પણ ડેપો પર ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોને હાલાકી પડતા સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આગામી એક અઠવાડિયામાં સરકાર દ્વારા ખાતરનો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી તા. 19 મેથી કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. જેમાં ખેડૂત એકતા મંચના રાજુ કરપડા સહીત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.