ETV BHARAT Exclusive:યોગાભ્યાસ-5 વ્યક્તિ ઘડતરમાં પ્રાણાયામ મહત્વની ભુમિકા - સ્વામી અધ્યાત્માનંદજી - યોગાભ્યાસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શિવાનંદ આશ્રમથી Etv Bharatના માધ્યમથી સ્વામી અધ્યાત્માનંદજી યોગાભ્યાસ કરાવી રહ્યા છે. પ્રાણાયામ થકી રાષ્ટ્રનિર્માણ કઈ રીતે શક્ય છે તે અંગે સ્વામી અધ્યાત્માનંદજીએ કહ્યુ હતું કે, દરેક બાબતે મારે શું? તેવું વલણ અપનાવવું જોઈએ નહીં. પહેલા રાષ્ટ્ર અને પછી સમાજ આવવો જોઈએ. સ્વાર્થ તો હોવો જ ન જોઈએ. એક વ્યકિતનો વિચાર રાષ્ટ્રનો વિચાર હોય શકે છે. કોઈને પણ અયોગ્ય ગણવા જોઈએ નહીં. કારણ કે, એક સામાન્ય મચ્છર પણ મહાકાય હાથીને હેરાન કરી શકે છે. રાષ્ટ્રનિર્માણ અને વ્યકિત ઘડતર માટે પોઝિટિવ થિંકિંગ ખુબ જરુરી છે. આ હકારાત્મક વલણ પ્રાણાયામ થકી કેળવી શકાય છે.
Last Updated : May 16, 2020, 12:23 PM IST