કુતિયાણામાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઇ - પોરબંદર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ કુતિયાણા તાલુકાનાં છત્રાવા ગામે પોરબંદર જિલ્લા કલેકટર ડી. એન. મોદીનાં અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઇ હતી. ગામના સમુહિક પ્રશ્રોનુ સ્થળ પર જ નિરાકરણ લાવી શકાય તે માટે તથા સરકારની જન હિતકારી વિવિધ યોજનાઓથી સ્થાનિકોને વાકેફ કરી શકાય તે હેતુથી ગામડાઓમાં રાત્રી સભા યોજવામાં આવે છે. આ પ્રસંગે કલેકટર ડી. એન. મોદીએ ગામ લોકોને સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવા જણાવી ગ્રામલોકોના સામુહિક પ્રશ્નો સાંભળીને તેનુ વહેલી તકે નિરાકરણ લાવવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી. ધાનાણીએ ગ્રામીણો માટે ઉપયોગી વિવિધ યોજનાઓની જાણકારી આપી ગામમા સ્વચ્છતા રાખવા ભાર મુક્યો હતો. તથા જિલ્લા આરોગ્ય અધિકારી રાઠોડે આરોગ્યને લગતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન.પરમારે ખેતીવાડીને લગતી વિવિધ યોજનાઓથી ગામ લોકોને વાકેફ કરી ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટલ વિશે વિસ્તારથી સમજ આપી હતી. આમ, વિવિધ વિભાગોના અધિકારીઓએ ગ્રામજનોને સરકારની યોજનાઓની માહિતી આપી હતી.