Guru Purnima 2023 : ગુરુ પુનમે ભવનાથમાં ભક્તોની લાગી લાઈન, ભોજન પ્રસાદનું વિશેષ આયોજન - જૂનાગઢ ભવનાથમાં ભોજન
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ : આજે ગુરુ પુનમનો પાવન અવસર છે, ત્યારે ભવનાથની ગીરી તળેટીમાં આવેલા ધાર્મિક સ્થાનો આશ્રમો અને દેવસ્થાનોમાં મોટી સંખ્યામાં ભક્તો તેમના ગુરુજીના ચરણ સ્પર્શ કરવા આવી રહ્યા છે. આ તમામ ભક્તોને વ્યવસ્થાને પહોંચી વળવા માટે ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં દર્શન માટે આવતા તમામ ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. આજે દિવસ દરમિયાન 25 હજાર કરતાં વધુ ભક્તો ગુરુના આશીર્વાદ સમાન ભોજન પ્રસાદ પ્રાપ્ત કરીને ગુરુ પુનમની ઉજવણી કરશે. ભક્તોને ભોજન પ્રસાદ મળી રહે તે માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ કામે લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આજે ગુરુ પુનમને લઈને વિશેષ મહત્વ હોય છે.