AAP MLA Sudhir Vaghani : આપના ધારાસભ્ય સુધીર વાઘાણીએ રાજીનામાની ઉડતી અફવા પર પૂર્ણ વિરામ મુક્યું, જાણો શું કહ્યું... - આમ આદમી પાર્ટી
🎬 Watch Now: Feature Video
Published : Dec 13, 2023, 5:33 PM IST
અમદાવાદ : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે અને સુધીર વાઘાણીના નામની પણ અફવા ઉડી રહી છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની પ્રતિક્રિયા અને પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી.
રાજીનામું નહિ આપે : આજે મેં સાભળ્યું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપી દિધું છે અને ભાજપમાં જોડાવાના છે. કયા કારણોસર તેમને રાજીનામું આપ્યું તેના વિશેની માહિતી ભૂપત ભાયાણી જ આપી શકે છે, આપણે તો ફક્ત અનુમાનો જ લગાવી શકિએ છીએ. તેમજ તે મારા રાજીનામા આપવાની વાતની અફવા ઉડી છે, આવી વાતો રાજકારણમાં જોવા મળતી હોય છે. કદાચ આ વાત ભૂપત ભાયાણીએ પર કરી હોય કે આ લોકો રાજીનામું આપી દેવાના છે. હું કયારે પણ રાજીનામું આપવાનો નથી અને કયારે ભાપજ સાથે જોડાવાનો નથી.