ETV Bharat / sukhibhava

water retention In body: જાણો શરીરમાં કેટલી માત્રામાં પાણીની જરૂરીયાત

કહેવાય છે કે જલ એ જીવન છે એટલે કે આપણા અસ્તિત્વ માટે પાણી ખૂબ જ જરૂરી છે, પરંતુ શરીરમાં પાણીની ઉણપ અથવા વધુ પ્રમાણમાં પાણી જમા થવું, બન્ને સ્વાસ્થ્ય માટે હાનિકારક (water retention In body) હોઈ શકે છે. જાણો કઇ રીતે..

water retention In body: જાણો શરીરમાં કેટલી માત્રામાં પાણીની જરૂરીયાત
water retention In body: જાણો શરીરમાં કેટલી માત્રામાં પાણીની જરૂરીયાત
author img

By

Published : Feb 16, 2022, 5:27 PM IST

હૈદરાબાદ: મોટાભાગના લોકોને એ વાતમાં વિશ્વવાસ છે કે, ખોરાક, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ વગેરેના સેવનથી શરીરમાં ચરબી થાય છે, જેના કારણે વ્યકિતનું વજન વધે છે, પણ આ અડધું જ સત્ય છે. વજન વધારવામાં પાણી (water retention In body) પણ મહત્વનો ભાગ ભજવે છે. જાણો કઇ રીતે..

વધારે વજન મોટી સમસ્યા

ડોકટરો અને નિષ્ણાંતો હંમેશા વધારે વજનને મોટી સમસ્યા માને છે. વધુ પડતા ઓઇલી ખોરાક, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ વગેરેને વયકિતના વજન વધારવા માટે જવાબદાર માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વજન વધવા માટે હંમેશા ચરબી જ જવાબદાર નથી હોતી. શરીરમાં વધારાનું પાણી (causes water retention) જમા થવાથી પાણીનું વજન વધવાથી (what is water weight) ઘણી વખત શરીરનું વજન પણ વધી જાય છે.

જાણો શરીરમાં પાણીની શું ભૂમિકા છે

દિલ્હી સ્થિત ખાદ્ય અને પોષણ નિષ્ણાત ડૉ. નિયતિ વિલિયમ જણાવે છે કે, શરીરમાં પાણીના વધારાનો અર્થ એ નથી કે તમે વધુ પડતું પાણી અથવા પ્રવાહી પીવો છો. ખરેખર તો આપણા શરીરનો લગભગ બે તૃતીયાંશ ભાગ પાણી અથવા પ્રવાહીથી બનેલો છે. રક્તમાં પણ 80 ટકાથી વધુ પાણી હોય છે. શરીરના અવયવોની સંભાળ અને શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવામાં પાણીની ભૂમિકા મહત્વની છે.

આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: બપ્પી લાહિરીના જીવનની આ ખાસ વાત જાણો

શરીરના દરેક ભાગમાં પાણી

પાણી શરીરના હાડકાં, દાંત, ત્વચા અને મગજમાં પણ હોય છે. પાચનતંત્ર, આંખો, લોહી અને કિડની સહિત શરીરના તમામ અંગોની સફળ કામગીરી માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ ક્યારેક શરીરના કેટલાક ખાસ ભાગોમાં અલગ-અલગ કારણોસર પાણી જમા થવા લાગે છે, જેના કારણે વ્યકિતનો વજન વધવા લાગે છે. શરીરમાં પાણીનું વજન વધવા માટે ઘણા કારણોને જવાબદાર ગણી શકાય, જેમાંથી અસંતુલન, આહારમાં અનિયમિતતા અને શારીરિક નિષ્ક્રિયતા સૌથી વધુ છે. આ ઉપરાંત, કેટલાક રોગોમાં, વ્યાયામનો અભાવ, મોટાભાગે બેસીને અથવા સૂવાથી, વધુ પડતી બેઠાડી જીવનશૈલી જીવવાથી અને ગર્ભાવસ્થામાં પણ શરીરમાં પાણીનું પ્રમાણ વધવાનો ખતરો (Risk of dehydration during pregnancy) હોય છે. પાણીના વજનમાં વધારા માટે કેટલાક અન્ય પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમાંથી કેટલાક નીચે છે.

  • કાર્બોહાઇડ્રેટ્સ અને સોડિયમથી ભરપૂર ખોરાક લેવો
  • બિન-સ્ટીરોઇડ એંટી ઇમ્ફલેમેટરી દવાઓનો ઉપયોગ
  • હૃદય રોગ અને હોર્મોનલ સમસ્યાઓ
  • સ્ત્રીઓમાં મેન્સ્ટ્રલ ઓડેમાં
  • પ્રોટીનભર્યા આહારનું ઓછી માત્રામાં સેવન
  • ગર્ભનિરોધકનો દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ
  • પાણીનું વજન અને ચરબીનું વજન બન્ને અલગ

પાણીનું વજન અને ચરબીનું વજન બન્ને અલગ અલગ વસ્તુઓ છે. ડો. નિયતિ સમજાવે છે કે, શરીરમાં પાણી જમા થવાને કારણે જે વજન વધે છે, તેને 'વોટર વેઈટ' કહેવાય છે અને વધારાની ચરબીને લીધે જે વજન વધે છે તેને ફેટ વેઈટ કહેવાય છે. સામાન્ય રીતે, વજનમાં ઝડપી વધારો અથવા ઘટાડા માટે પાણીનું વજન જવાબદાર માનવામાં આવે છે.

દરેક વ્યક્તિનું પાણીનું વજન અલગ-અલગ: ડૉ. નિયતિ

ડૉ. નિયતિ કહે છે કે, દરેક વ્યક્તિનું પાણીનું વજન અલગ-અલગ હોય છે, જ્યારે વ્યક્તિ વજન ઘટાડવા માટે કસરત કરવાનું શરૂ કરે છે, ત્યારે પ્રથમ પગલું એ તેનું પાણીનું વજન ઘટાડવાનું છે. કસરત ઉપરાંત, કેટલીક અન્ય પદ્ધતિઓ અથવા સાવચેતીઓ છે, જે પાણીનું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમારા આહારમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડવું ફાયદાકારક છે. હકીકતમાં, ખાંડ શરીરમાં પાણીની માત્રાને વધારી શકે છે અને વધુ પડતા મીઠાના સેવનથી શરીરમાં પાણી જમા થવા લાગે છે. ખોરાકમાં પોટેશિયમયુક્ત આહાર વધારવાથી પણ વોટર રિટેન્શનમાં રાહત મળે છે. આ સિવાય આહારને નિયંત્રિત કરીને પણ શરીરમાં પાણીની માત્રાને નિયંત્રણમાં રાખી શકાય છે.

આ પણ વાંચો: Tiger 3 Shooting Update: 'વેલેન્ટાઇન ડે' પર સલમાન ખાન અને કેટરીના કૈફ જોવા મળ્યા સાથે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.